Aapnu Gujarat
બ્લોગ

ભારતમાં બાળકોને તમાકુ કંપનીઓથી ખતરો

ભારતમાં તમાકુ કંપનીઓ પોતાનાં ઉત્પાદનોની જાહેરાત શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ કરી રહી છે અને ઇરાદાપૂર્વક બાળકોને નિશાન બનાવી રહી છે તેવું એક તાજેતરના અભ્યાસમાં બહાર આવ્યું છે. ૨૦ શહેરોમાં જાહેરખબરોનો નિરીક્ષણ કર્યા પછી સંશોધકોએ એ પદ્ધતિનું વર્ણન કર્યું છે જેના દ્વારા તમાકુ ઉદ્યોગ નિયમોનો ભંગ કરી રહ્યો છે ખાસ કરીને ભોગ બની શકે તેવાં બાળકો અને યુવાનોને વેચીને.
કંપનીઓ તમાકુનાં ઉત્પાદનો દ્વારા કરી રહી છે અને શાળાઓ પાસે આવેલી દુકાનોમાં તેના વેચાણની વ્યવસ્થા કરીને વિદ્યાર્થીઓને ભટકાવી રહી છે. આ દુકાનોમાં નીચા ભાવે સિગરેટ તમાકુના ઉત્પાદનો વેચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય કાયદા પ્રમાણે તમાકુનાં ઉત્પાદનો ૧૮ વર્ષથી નીચેની ઉંમરની કોઈ પણ વ્યક્તિને તે ગુનો છે.રાજ્ય સરકારો તમાકુની દુકાન અને એવી શરતે પરવાનગી આપે છે કે તમાકુનાં ઉત્પાદનો માટે વેચવા માટે અધિકૃત એવી દુકાનો અન્ય કોઈપણ બિન તમાકુ ઉત્પાદનો જેમ કે ટૉફી, કેન્ડી બિસ્કીટ, વેફર ઠંડા પીણાં વગેરે ની વેચી શકે છે ખરીદવા માટે સામાન્ય રીતે બાળકો આવતાં હોય. પરંતુ કાયદાનું ચુસ્ત પાલન ન થતું હોવાથી તેમજ જે સ્થળોએ આ રીતે ગેરકાયદે તમાકુનાં ઉત્પાદનો બાળકો અને યુવાનોને વેચે છે ત્યાં કોઇ તપાસ થતી ન હોવાથી આ પ્રકારનો ગેરકાયદે ધંધો ફુલ્યોફાલ્યો છે.
ગ્રાહકોના રક્ષણની સંસ્થા સાથે જોડાયેલા એક નિષ્ણાતના કહેવા મુજબ તમાકુ વપરાશ માટેના ભારતીય કાયદાનો અમલ કરવા માટે સરકારી સંસ્થા પૂરી નથી કે ન તો તેની ઈચ્છા શક્તિ છે. આ અભ્યાસ કન્ઝ્યુમર વૉઇસ અને વૉલ્યન્ટરી હેલ્થ એસોસિએશન વર્ષ ૨૦૧૭માં છ રાજ્યોમાં એક મહિના સુધી કર્યો હતો. તેમાં કુલ ૨૪૩ શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. અભ્યાસ મુજબ જે નાનાનાના અને અન્ય દુકાનદારો છે ત્યાં તમાકુનાં ઉત્પાદન જેમ કે તમાકુ અને સિગરેટ સરળતાથી મળી રહે છે.દુકાનદારો તમાકુનાં ઉત્પાદનોની જાહેરાત એ રીતે મૂકે છે જેનાથી બાળકો અને યુવાનો તેની માયાજાળના શિકાર બને. ૯૧ ટકા થાય તો બાળકના આંખનાથી માત્ર એક મીટર પર જ હોય છે. ૫૪ ટકા દુકાનોમાં આરોગ્યની કોઈ ચેતવણી હોતી નથી અને ૯૦ ટકા દુકાનોમાં કેન્ડી મીઠાઈ અને રમકડાંની પડખે તમાકુનાં ઉત્પાદનો ની જાહેરાત હોય છે.વર્ષ ૨૦૧૬માં ભારતમાં લગભગ ૧૩ ટકા મૃત્યુ તમાકુ સંબંધિત કારણોથી થયાં હતાં. ભારત ધૂમ્રપાન કરનારા કે પછી તમાકુ ખાનારા લોકોની સંખ્યા ઘટાડવા કડક કાયદો અમલી કરવા પ્રયાસ કરી રહ્યું છે.
ઘણાં તમાકુનાં ઉત્પાદનો પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે. તમાકુના ઉત્પાદનો નો વપરાશ ઘટાડવા માટે સરકાર તેના પર સતત આકરા વેરા નાખી રહી છે તો સિગરેટના પેકિંગમાં ચિત્રાત્મક ચેતવણી પણ આપી રહી છે. ઘણા રાજ્યોમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ સિવાય ફિલ્મો-નાટકોમાં ધૂમ્રપાન વખતે આરોગ્યની ચેતવણી આપવામાં આવે છે તેમજ તમાકુનાં ઉત્પાદનો થી આરોગ્ય થતી અસરોની જાહેરખબરો આપવામાં આવે છે. તેમાં કેટલીક પ્રગતિ પણ થઈ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર તમાકુના ઉત્પાદન ૨૦૦૯-૧૦માં ૩૪.૬% હતું તે ઘટીને ૨૦૧૬-૧૭માં ૨૮.૬૬% થયું અને સિગારેટ પીનારા પૈકી ૬૨ ટકા લોકોએ તેને છોડી દીધી તેનું કારણ ચેતવણીનાં લેબલ હતાં. અમેરિકામાં ૨૦૧૭માં સિગારેટની સંખ્યા ૪૦%થી ઘટી ૧૪ ટકા થઈ હતી. જોકે ૪૦% સંખ્યાઓ ૧૯૬૦ના દાયકામાં હતી એનો અર્થ એ થયો કે ૧૯૬૦થી ૨૦૧૭ સુધીમાં આ સંખ્યા આટલી ઘટી છે. આના પ્રમાણમાં ભારતમાં બહુ ઝડપથી ઘટાડો થયો છે.ભારતમાં એક સરકારી અહેવાલ પ્રમાણે ૧૫ થી ૧૭ વર્ષના લોકોમાં તમાકુનો ઉપયોગ ૨૦૧૦માં ૧૦% થી ૨૦૧૭માં ઘટીને ૪% થયો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા પ્રમાણે ભારતમાં તમાકુથી દર વર્ષે ૧૦ લાખ લોકોનાં મૃત્યુ થાય છે. ભારત સરકાર પ્રમાણે ધૂમ્રપાનની શરૂઆત સરેરાશ ૧૮.૯ વર્ષે થાય છે જ્યારે અમેરિકામાં સરેરાશ ઉંમર ૧૫.૩ અને યુરોપમાં છોકરાઓ માટે ૧૬ અને છોકરીઓ માટે ૧૫ છે.ગુટખા અને તમાકુ એ માણસે સામે ચાલીને મેળવેલો મૃત્યુદંડ છે.
એક દસકા અગાઉ જીભ, ગાલ અને જડબાના કેન્સરના કિસ્સાઓ જેવા જ જોવા મળતા. આજે હવે એ રોજ-રોજની બીના થઇ ગઇ છે. વિવિધ સ્વરૂપમાં તમાકુનું વ્યસન કરનારા લોકોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. લગભગ ઘરે ઘરે એણે પગપેસારો કરી દીધો છે. એમાં પણ તમાકુ ગુટખાના રૂપમાં મળતી થઇ ત્યાર પછી ખાસ કરીને યુવાનોની અંદર એનો નશો સર્વવ્યાપક બની ગયો છે.
આજે આપણા દેશમાં ગુટખા બનાવનારા ઉત્પાદકોની સંખ્યા ૨૫૦૦ ઉપરાંતની છે, એમાં કશું આશ્ચર્ય નથી, કેમ કે ગુટખા બનાવવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. એમાં ઝાઝી મૂડીની આવશ્યકતા હોતી નથી અને ઓછી મહેનતે અઢળક નફો રળી શકાય છે. એટલે ગુટખાના નામે આપણે ત્યાં નર્યો મોતનો જ વેપાર થાય છે. ગુટખાના ઉત્પાદનમાં તમાકુ, સોપારી, કાથો, ચૂનો ઉપરાંત કૃત્રિમ રંગ અને સુગંધીકારક દ્રવ્યો વાપરવામાં આવે છે. મોતની આ પડીકીને જુદી જુદી બ્રાન્ડ અનુસાર એક રૂપિયાથી માંડીને ચાર રૂપિયાની કિંમતમાં વેચવામાં આવે છે. ઉપરથી જાહેરાતોમાં તમારો અહમ પોષવા માટે લખવામાં આવે છે, ઉંચે લોગ ઉંચી પસંદ . સામાન્ય રીતે ભાઇબંધ-દોસ્તારોના દબાણથી આ લત પડે છે. ગુટખાની પહેલી ચપટી મોંમાં મૂકવાથી થોડી ચચરાટી, ઊબકા, ઊલટી, ગભરામણ કે ચક્કર આવવાની તકલીફો થાય છે. પણ પછી એનો સ્વાદ ભાવવા માંડે છે.
તમાકુનો નશો તો પછી ચઢે છે, પહેલાં એના સ્વાદ અને રંગ માણસને ચટકો લગાડે છે. પણ એક વાત ખાસ યાદ રાખશો કે ગુટખાની અંદરની તમાકુની સાથે સાથે તેની અંદરના કૃત્રિમ રંગ, ગંધ અને સ્વાદદાયક રસાયણો પણ ઘણું નુક્શાન કરતાં હોય છે.એક વખત એની આદત પડે પછી માણસ એનાં સકંજામાં સપડાય છે. એ રોજની ૧૨ થી ૨૦ પડીકીઓ ખાતો થઇ જાય છે. એક વાર એનો નશો ચડે પછી એના બંધાણની હાલત એવી થાય છે કે એક-બે પડીકી ઓછી કરવા જતાં પણ એને ધ્રુજારી અને ગભરામણ થવા લાગે છે.
ગુટખાનો વ્યાપ વધારવા માટે એના ઉત્પાદકો ઘણી અનૈતિક, ચાલાક રીતરસમો અપનાવે છે, આપણાં છાપાઓ, સામયિકો અને ટેલીવિઝને ગુટખાની ચડતીમાં ઘણો ફાળો આપ્યો છે. આમ જુઓ તો ટી.વી. ઉપર તમાકુની સીધી જાહેરાત ઉપર પ્રતિબંધ છે, પણ છેલ્લાં થોડાં વર્ષોથી કેટલાંક ગુટખા ઉત્પાદકો તરફથી ફિલ્મફેર ઍવોર્ડઝ જેવા ટી.વી. કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. એના કારણે જુવાનિયાઓની જીભે ઉત્પાકોનું નામ રમતું થઇ જાય છે. પછી આડકતરી રીતે આ નામ એમને જે-તે બ્રાન્ડના ગુટખા તરફ દોરી જાય છે. ગુટખાના અગ્રણી ઉત્પાદકો તો જે રીતે દર વર્ષે ગણપતિ અને નવરાત્રી ઉત્સવોના પ્રાયોજનમાં કરોડો રૂપિયા ઠાલવે છે એ જોતાં આ ઉત્સવો રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરવાની એમની મૂળભૂત ભૂમિકા છોડીને મોતનું વિતરણ કરતા તમાશા બની ચૂક્યા છે. મુંબઇ, પૂના અને અમદાવાદની કેટલીક શાળાઓમાં તો કુમળાં બાળકોને ગુટખાની મફત પડીકીઓની લ્હાણી કરવામાં આવી હોવાનું નોંધાયું છે. ગુટખાની અંદર વપરાતાં રસાયણો એટલાં તો શકિતશાળી છે કે એક પડીકી મફતમાં ચાખનાર બાળક પછી એને દુકાનમાંથી ખરીદતું થઇ જાય છે. માબાપ પોતાના કિશોર વયના સંતાનોને શાળામાં લઇ જવા માટે જે હાથખર્ચી આપે છે તે ગુટખા ખરીદવામાં વપરાય છે.સામાન્ય સમઝ મુજબ આને લોકો સિગરેટ અથવા બીડી જેવા સાધનો ના ઉપયોગ પુરતું નિયંત્રિત કરી દે છે – જે ભૂલ ભરેલું છે. ધુમ્રપાન અંતર્ગત સિગરેટ, સિગાર, બીડી, હુક્કો વગેરે આવી જાય અને આ ઉપરાંત થતા તમાકુ ના ઉપયોગ માં છીકણી, ગુટખા, ચાવવાની તમાકુ, તમાકુ વાળા માવા ને પાન વગેરેનો સમાવેશ થાય. ધુમ્રપાન ની ટેવ કેમ પડે છે ? ક્યારે પડે છે ? જેવી ચુથાયેલી વાતો નથી કરવી પણ, તમાકુ માં કેટલા ઝેરી તત્વો હોય છે ને તમાકુ ની શરીરના વિવિધ ભાગ ઉપર શું અસરો થાય છે ? એની વાત કરીશું. તમાકુ માં મુખ્ય તત્વ નિકોટીન હોય છે જેના કારણે વ્યક્તિ ને વારંવાર ધુમ્રપાન કરવાની કે તમાકુ ખાવા ની ચાહ થયા કરે છે. આવી ઈચ્છા ને આદત કહે છે. આદત એટલે – કોઈ વસ્તુ કે તત્વ ઉપર માનશીક કે લાગણીક આવલંબન. નિકોટીન ની જેમ હેરોઈન, કોકેઇન કે આલ્કોહોલ ની પણ આદત થઇ શકે છે. માણસ ના મગજ નું કાર્ય, ન્યુરોન્સ વડે ચાલતું હોય છે. આ ન્યુરોન્સ પાછા એક્ટીવ થાય એ માટે વિવિધ પ્રકારના ન્યુરોટ્રાન્સમીટર (જેને સાદી ભાષામાં કેમિકલ્સ કહી શકાય) જરૂર પડે એ રીતે કાર્યરત હોય છે. સિગારેટ પીધા બાદ સેકન્ડો માં નિકોટીન મગજ સુધી પહોચી જતું હોય છે અને મગજ માં ડોપામાઈન નો ધોધ વહાવી દે છે જેના કારણે વ્યક્તિને ઉત્સાહ, આનંદ ની લાગણી અનુભવાય છે. આ અસર થોડીક મીનીટો માટે જ રહે છે. આજ કારણ છે કે વ્યક્તિ ને થોડા સમય ના અંતરે ફરી સિગરેટ પીવાની ઈચ્છા કે તલબ થયા કરે છેપ..સરવાળે? આદત કે ટેવ. નિકોટીનનું બીજુ કાર્ય વ્યક્તિમાં અડ્રેનાલીન રશ ની અસર જન્માવવાનું. અડ્રેનાલીન એ શરીર માં ઉત્પન થતો હોર્મોન છે જેના કારણે હૃદય ની ધડકન વધી જાય અને બ્લડ પ્રેસર પણ વધે. નિકોટીન ના કારણે આ અસર થાય તો છે પરંતુ એ ખુબ ટૂંકા ગાળા માટે. (આ પણ એક કારણ છે જેના લીધે વ્યક્તિ ને સિગરેટ ની આદત લાગે છે) આપણે ઉપર જોયું એમ – નિકોટીન ના કારણે થતી અસર થોડી મીનીટો માં જતી રહેતી હોય છે. આથીજ, વ્યક્તિને વારેવારે સિગરેટ પીવાની તલબ થયા કરે છે. એક સિગરેટ પીવાથી વ્યક્તિના શરીર માં સામાન્ય રીતે ૧ કે ૨ મીલીગ્રામ નિકોટીન જતું હોય છે પરંતુ, સિગરેટ માં તો આનાથી વધારે નિકોટીન હોય છે. નિકોટીન નો મોટો ડોઝ લે તો શું થાય !? નિકોટીન ઝેર છે અને એ, વ્યક્તિ જેના વડે શ્વાસ લેતો હોય એ મશલ્સ ને નિષ્ક્રિય બનાવી દે – સરવાળે ? મોત.

Related posts

VERY MUST READ

aapnugujarat

નારાયણ સાંઈ : બાપ બાદ દીકરાનો વારો

aapnugujarat

कश्मीर है पाकिस्तान के पांव की बेड़ी

editor

Leave a Comment

UA-96247877-1