Aapnu Gujarat
બ્લોગ

VERY MUST READ

એક દિવસ એક ભાઈ ઘરે આવી.
એમણે એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન.
કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણય ને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે.

દીકરા અને વહુને રૂમ માં બોલાવીને આ પત્ર આપી દીધો.
ઘરમાં દીકરો અને વહુ હતા
ત્રીજી વ્યકતિ દીકરી હતી.

અને રૂમ માંથી પોતે બહાર નીકળી ગયા.
પત્રમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો,
અને થોડું ઘણું અમારા ઘડપણ માટે અવશ્ય રાખજો.
કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ ના લંબાવવો પડે એ ધ્યાન રાખજો.
બાકીની તમામ મિલકત તમે તણેય સમજી ને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે અમને બેય ને માન્ય છે.

હા એક ખાસ વાત તમારી બાને આ વાતની જાણ નથી. એ ભાઈ અને પત્ની બહાર બેસી સંતાનોના નિર્ણય ની રાહ જોતા બેસી રહ્યા.

પત્ની એટલું જ બોલ્યા કે મને મારા બાળકો, પ્રત્યે તેમના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર પૂરો ભરોસો છે.

એ ભાઈ બોલ્યા, જોઈએ તારા સંસ્કાર શું કહે છે ?

આ બાજુ ત્રણે જણા પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા.
બે સ્ત્રી એ જે વિચાર્યું તે આશ્ચર્ય જનક હતું.
એક સ્ત્રી જે ઘરની વહુ હતી તેણે તેના પતિ ને કહ્યું, તમે જે નિર્ણય લેશો તે હું માથે ચઢાવીશ તમારી સહધર્મ ચારીણી છું.
સાચા અર્થમાં ધર્મ નિભાવીશ.

બીજી સ્ત્રી આ ઘરની જ એક દીકરી હતી.

તેણે પોતાના ભાઈ ને કહ્યું, ભાઈ આપણે બંને એક જ મા ની કુખેથી અવતર્યા છીએ.

તું જે નિર્ણય લઇશ તે મને માન્ય છે. હું સહોદર માં ઉછર્યાનો ધર્મ નિભાવીશ.

આ દિકરો,…. પત્ની અને બહેનને વહાલથી ભેટી પડ્યો.
ત્રણેયની આંખમાં ચમક આવી એક અજબ વિશ્વાસથી.
તેઓ ત્રણે બહાર આવ્યા.

માતા પિતાની સામે ઉભા રહ્યા. પુત્રે પત્નીને કહ્યું , જા રસોડામાં આજે લાપસી બનાવજે.
હું આજે મને મળનાર મિલકતથી ખૂબ ખુશ છું.

અને પત્ની રસોડામાં ચાલી ગઈ.
દીકરાના વેણ સાંભળી માતાપિતાના ચહેરા પર ન સમજાઈ એવી રેખા ઉપસી આવી.
પુત્ર અને બહેન માતા પિતા પાસે આવ્યા.
અને એમની આંખો માં આંખ પરોવી દીધી.
પત્ની રસોડામાંથી પતિનો નિર્ણય સાંભળવા આતુર બની
અને ભાઈ બહેન માતા પિતાને પગે પડ્યા.
અને ચારેયની આંખ માં સાચે જ ચોમાસું બેસી ગયું.

દીકરો ભાવુક હ્રદયે બોલ્યો, પપ્પા, આ સ્થૂળ મિલકત બધી જે છે તે તો સમય જતા ખૂટી જશે.

પણ મારી સાચી મિલકત જે અમૂલ્ય છે જે કદી પણ ખૂટવાની નથી અક્ષય પાત્ર છે.

એ મિલકત છે તમે મારા માતા પિતા.
પુત્ર એ મમ્મીને કહ્યું…. તમને તમારા સંસ્કાર પર ભરોસો નથી ?
પુત્રે પપ્પાને કહ્યું તમને તમારા ભરોસા પર વિશ્વાસ નથી ? અરે. મને તો કાંઈ જોઈતું નથી.
મને તો મારા મા બાપ જ જોઈએ છે. એ જ અમારી ધરોહર છે. અમારી સાચી મિલકત અમારા મા- બાપ જ છે.

આ સાંભળી માનું હદય ખુશીથી છલકાઈ ગયું.
અને એમણે મીઠા ઠપકા ના સૂરમાં પતિને કહ્યું,

મેં કીધું હતું ને કે મને મારા સંસ્કાર પર પૂરો ભરોસો છે.
પતિ પણ રડવાનું ખાળી ન શક્યા. દૂર ઉભેલી પત્ની પણ પતિના નિર્ણયને આવકારીને હર્ષના આંસુ વહાવી દીધા.

અને એક ભાઈએ કહ્યું, અરે વહુ બેટા આજે તો ખરેખર લાપસી મુકો.

આવી અમૂલ્ય મારી મિલકતને કદી પણ વાસ્તુ દોષ નહિ જ નડે.

આ મેસેજ તમારી પાસે તાકાત હોય એટલો ફોરવર્ડ કરો.

Related posts

MORNING TWEET

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

મલાલા : સામાન્ય છોકરી,અસામાન્ય વ્યક્તિત્વ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1