Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મન કી બાત : દેશ પૂરગ્રસ્ત કરેળ સાથે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  મન કી બાત કાર્યક્રમમાં સરકારની ઉપલબ્ધિઓ ફરી એકવાર ગણાવી હતી અને કહ્યું હતું કે, અમે દશકો જુની માંગને પૂર્ણ કરીને ઓબીસી પંચ બનાવી ચુક્યા છે. સાથે સાથે તેને બંધારણીય દરજ્જો પણ આપી ચુક્યા છીએ. એટલું જ નહીં એસસી અને એસટી એક્ટ સુધારા બિલને પસાર કરવાને લઇને પણ સરકારની મોટી સિદ્ધિ રહી છે. આના પરિણામ સ્વરુપે ગરીબો અને દલિતોને અત્યાચારથી બચાવી શકાશે. મોદીએ મન કી બાત કાર્યક્રમના ૪૭માં કાર્યક્રમમાં જુદા જુદા વિષય ઉપર વાત કરી હતી જેમાં દેશમાં એક સાથે ચૂંટણી યોજવા, વાજપેયી સરકારની સિદ્ધિઓ, સંસ્કૃતિ દિવસ, શિક્ષક દિવસની વાત કરી હતી.મોદીએ મન કી બાત કાર્યક્રમમાં લોકસભાની પ્રોડક્ટિવીટી ૧૧૮ ટકા રહેવા અને  રાજ્યસભાની પ્રોડક્ટિવીટી ૭૪ ટકા રહેવાની વાત કરી હતી. મોનસુન સત્રમાં પ્રોડક્ટિવીટીને લઇને મોદીએ આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વધારે સારુ કામ મોનસુન સત્રમાં થયું છે. લોકસભામાં ૨૧ અને રાજ્યસભામાં ૧૪ બિલ પસાર કરવામાં આવ્યા છે. આ સત્રમાં પછાત અને યુવાઓને લાભ પહોંચાડવા માટે અનેક બિલ પસાર કરવામાં આવ્યા છે. દશકોથી ઓબીસી પંચની માંગ થઇ રહી હતી પરંતુ સરકારે આ વખતે પંચ બનાવવાની સાથે સાથે તેને બંધારણીય દરજ્જો પણ આપીદીધો છે. તેમણે ઉમેર્યું હતું કે, ત્રિપલ તલાક બિલ લોકસભામાં પસાર થઇ ગયું છે પરંતુ રાજ્યસભામાં પસાર થઇ શક્યું નથી પરંતુ મહિલાઓની તકલીફને દૂર કરવા માટે તેમની સરકાર કટિબદ્ધ છે. મોદીએ ઉમેર્યું હતું કે, વાજપેયીનું ૧૬મી ઓગસ્ટના દિવસે નિધન થયું હતું જેથી સમગ્ર દેશ આઘાતમાં ગરકાવ થઇ ગયું હતું. વાજપેયી છેલ્લા ૧૦ વર્ષથી સક્રિયરીતે ન હતા. જાહેરમાં પણ દેખાતા ન હતા. છતાં પણ તેમને લઇને જે લોકો પહોંચ્યા અને દેશમાં જે રીતે આઘાતનું મોજુ ફરી વળ્યું તે તેમના વિશાળ વ્યક્તિત્વને રજૂ કરે છે. મોદીએ તેમની સિદ્ધિઓને યાદ કરતા કહ્યું હતું કે, વાજપેયી રાજકીય સંસ્કૃતિમાં ફેરફાર કર્યા હતા. ૯૧માં બંધારણીય બિલ ૨૦૦૩ માટે ભારત હંમેશા તેમને યાદ કરશે. આના કારણે કેટલાક કાયદામાં ફેરફાર કરાયા હતા. રાજ્યોની કેબિનેટમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે, કુલ ધારાસભ્યો પૈકી ૧૫ ટકા સભ્યો જ મંત્રી પરિષદમાં સામેલ થઇ શકે છે. બજેટના સમયને સાંજના બદલે સવારમાં રાખીને મોટો ફેરફાર કર્યો હતો. મોદીએ ઉમેર્યું હતું કે, રક્ષાબંધન ભાઈ અને બહેન વચ્ચે પ્રેમ અને વિશ્વાસના પ્રતિક તરીકે છે. હવે જન્માષ્ટમીની ઉજવણી થશે. શિક્ષક દિવસની પણ મોદીએ યાદ અપાવી હતી અને શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. મોદીએ ભારત રત્ન વિશ્વેશ્વરિયાના જન્મ દિવસે ૧૫મી સપ્ટેમ્બરના દિવસે એન્જિનિયર ડે મનાવવાને લઇને પણ વાત કરી હતી. કેરળમાં ભીષણ પુરની સ્થિતિનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, કટોકટીના સમયમાં સમગ્ર દેશના લોકો કેરળની સાથે ઉભા છે. તેને તમામ પ્રકારની મદદ કરવા માટે કટિબદ્ધ છે. કેરળ વધુ ઝડપથી ઉભરીને વિકાસના માર્ગ ઉપર આગળ વધે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. કેરળમાં પુર બાદ માનવતા પણ નજરે પડી રહી છે. સેના અને સુરક્ષા જવાનોની કાર્યવાહી અભૂતપૂર્વ રહી છે. મોદીએ એક સાથે લોકસભા અને રાજ્યવિધાનસભાની ચૂંટણીની ચર્ચાનો ઉલ્લખ કરતા કહ્યું હતું કે, આ ચર્ચા છેડાઈ છે જે સારા સંકેત આપે છે. એક નવી ચર્ચા નવી આશા સાથે છેડાઈ છે. મોદીએ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા કરવામાં આવી રહેલા શાનદાર દેખાવની પણ યાદ અપાવી હતી અને કહ્યું હતું કે, દેશના લોકો એશિયન ગેમ્સને લઇને ગર્વ અનુભવ કરી રહ્યા છે. પછાત વિસ્તારમાંથી પણ યુવાનો આગળ આવી રહ્યા છે અને ધરખમ દેખાવ કરી રહ્યા છે. મન કી બાતમાં મોદીએ એસસી અને એસટી એક્ટ તથા ઓબીસી પંચને સરકારની સિદ્ધિ તરીકે ગણાવી હતી.

Related posts

भारत किसी को छेड़ता नहीं, कोई उसे तंग करे तो उसे छोड़ता नहीं : रक्षामंत्री

editor

અયોધ્યામાં વિવાદિત જગ્યા પર નમાઝ પઢવાની અલાહાબાદ હાઈકોર્ટે ફગાવી

aapnugujarat

BJP will “struggle to cross double digits”, promise to quit this “space” if BJP did better than prediction : Prashant Kishor

editor

Leave a Comment

UA-96247877-1