Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યામાં વિવાદિત જગ્યા પર નમાઝ પઢવાની અલાહાબાદ હાઈકોર્ટે ફગાવી

અયોધ્યામાં વિવાદિત સ્થળ પર નમાઝ પઢવાની મંજૂરી માંગવા સાથે જોડાયેલી અરજીને અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ફગાવી દીધી છે. તો આ સાથે જ કોર્ટે અરજી દાખલ કરનારા સંગઠન અલ-રહમાનને પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે સાથે જ એ પણ જણાવ્યું કે આ પ્રકારની અરજીઓ કોર્ટનો સમય બરબાદ કરવા અને સમાજમાં નફરત ફેલાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે.આપને જણાવી દઈએ કે પહેલા અલ-રહેમાન નામના સંગઠને અયોધ્યામાં વિવાદિત સ્થળ પર મુસ્લિમોને આપવામાં આવેલી જગ્યા પર નમાજ પઢવાની મંજૂરી માંગી હતી. સંગઠને દાવો કર્યો હતો કે વિવાદિત સ્થળ પર સ્થિત રામ મંદિર પર હિંદુઓને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવામાં મુસ્લિમોને નમાજ પઢવાની પણ મંજૂરી આપવામાં આવે.
અરજીમાં ૨૦૧૦ અયોધ્યા મામલે હાઈકોર્ટના નિર્ણયમાં મુસ્લિમ પક્ષકારોને મળેલી જમીનનો પણ હવાલો આપવામાં આવ્યો છે.કોર્ટે અલ-રહેમાન સંગઠનની અરજીમાં કરવામાં આવેલા તમામ દાવાઓને ફગાવી દીધા છે. કોર્ટે સંગઠનને ફટકાર લગાવતા તેના પર પાંચ લાખનો દંડ લગાવ્યો અને કોર્ટનો સમય બરબાદ કરવા બદલ તેની આકરી ટીપ્પણી કરવામાં આવી છે. અલ-રહેમાન સંગઠન ઉત્તર પ્રદેશના રાયબરેલીથી રજિસ્ટર્ડ છે. સંગઠન ઈસ્લામનો પ્રચાર-પ્રસાર કરે છે.

Related posts

ખાનગી સેક્ટરના કર્મીઓ માટે ગ્રેચ્યુટી લિમિટ વધારવા તૈયારી

aapnugujarat

મન કી બાત : કોરોના સામે જંગ જીતવા માટે ‘દવાઈ ભી, કડાઈ ભી’ મંત્ર સાથે જીવવું પડશે

editor

બાલાકોટમાં જેહાદીઓની પરેડ યોજાતી હતી : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1