હંમેશા તમે સાંભળ્યુ હશે કે દહેજ ન મળવા પર જાન પરત ફરી ગઈ, પરંતુ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બે રસગુલ્લાએ એક લગ્ન તોડી દીધા અને જાન દુલ્હન વગર જ પરત ફરી હતી.
હકીકતમાં ઉન્નાવાના ખુટહા ગામમાં રહેનાર યુવકના લગ્ન કર્માપુરની યુવતી સાથે નક્કી થયા હતા. સમયસર પહોંચેલી જાનના ભારે આગતાસ્વાગતા કરાયા હતા. જ્યારે ખાવાનો સમય આવ્યો ત્યારે દુલ્હન પક્ષે જાનૈયાઓને પહેલા જમવા બોલાવ્યા. જાન માટે જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ જેમ જાને ખાવાનું શરૂ કર્યું, ત્યારે યુવક અને યુવતી પક્ષના લોકો વચ્ચે તકરાર થઈ.બન્યુ એવું કે, ખાવાના સ્ટોલ પર જવાબદારી દુલ્હન પક્ષના હાથમાં હતી અને રસગુલ્લાના સ્ટોલ પર દુલ્હનનો કાકાનો દીકરો ઉભો હતો. ત્યા દુલ્હાનો ભાઈ અને તેણે બે રસગુલ્લા મૂકવા કહ્યા. દુલ્હનના ભાઈએ આવુ કરવાની ના પાડી. કારણ કે, તેને દરેક વ્યક્તિને એક જ રસગુલ્લો પીરસવાની સૂચના આપવામાં આવી હતી.એક રસગુલ્લા વધુ વધુ રાખવાને મુદ્દે બંને પક્ષ વચ્ચે શરૂ થયેલો વિવાદ વધતો જ ગયો હતો અને બંને પક્ષ સામસામે આવી ગયા હતા. વાત એટલી બગડી કે મારપીટ સુધી પહોંચી ગઈ હતી. આ વચ્ચે જ પોલીસને બોલાવવામાં આવી અને મામલો ગામની પંચાયતમાં પહોંચ્યો હતો. પંચાયતે બંને પક્ષના લોકોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ આખરે જાન દુલ્હન વગર જ પરત ફરી હતી. એટલુ જ નહિ, દુલ્હનના પિતાએ હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને હવે આ સમગ્ર મામલાની તપાસ થઈ રહી છે.