Aapnu Gujarat
રાષ્ટ્રીય

આવકવેરા મુક્તિ મર્યાદા વધારી પાંચ લાખ કરવા માટેની તૈયારી

મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળે તેવી શક્યતા દેખાઇ રહી છે. નાણાં પ્રધાન અરૂણ જેટલી આવકવેરા મુક્તિ મર્યાદાને પગારદાર વર્ગના કર્મચારીઓ માટે ૨.૫ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી શકે છે. જ્યારે મેડિકલ ખર્ચ અને પરિવહન ભથ્થાને પણ ફરી શરૂ કરવામા ંઆવી શકે છે. વચગાળાનું બજેટ હોવાથી મોટાભાગની માંગ પરિપૂર્ણ કરી શકાય તેવી સ્થિતિ નથી પરંતુ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ચૂંટણીને ધ્યાનમાં લઇને મધ્યમ વર્ગને ખુશ કરવાના પ્રયાસ કરી શકે છે. સરકારી સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, ટેક્સ સ્લેબને વ્યવસ્થિત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. કોઇપણ સ્થિતિમાં ડાયરેક્ટ ટેક્સ કોડ મુજબ જ નવી વ્યવસ્થા રહેશે.ડાયરેક્ટ ટેક્સ કોડ રિપોર્ટ આવ્યા બાદ જ આ સંદર્ભમાં આગળ વધવામાં આવશે. હાલમાં ૨.૫ લાખ રૂપિયાની અંગત આવક ઉપર કોઇ ટેક્સ નથી જ્યારે ૨.૫થી પાંચ લાખની વચ્ચે વાર્ષિક આવક ઉપર ૫ ટકા ટેક્સ લાગે છે જ્યારે ૫થી ૧૦ લાખ રૂપિયાની આવક ઉપર ૨૦ અને ૧૦ લાખની ઉપરની આવક પર ૩૦ ટકા ટેક્સ લાગે છે. ૮૦ વર્ષથી વધુ વયના નાગરિકોને પાંચ લાખ રૂપિયા વાર્ષિકની આવક પર કરવેરા છુટછાટ મળે છે. ગયા વર્ષે પાંચ લાખ રૂપિયાની આવક માટે વાર્ષિક ૧૫૦૦૦ રૂપિયાના મેડિકલ ખર્ચ અને ૧૯૨૦૦ રૂપિયા સુધીના પરિવહન ભથ્થાને દૂર કરીને તેની જગ્યાએ ૪૦ હજાર રૂપિયાના ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આને પરત લેવામાં આવી શકે છે. મધ્યમ વર્ગને રાહત આપવાની મુખ્યરીતે તૈયારી છે. નોટબંધીના કારણે બેહાલ થયેલા લોકોને આંશિક રાહત મળી શકે છે. ચૂંટણી વર્ષમાં સરકારનુ ધ્યાન કોર્પોરેટ ટેક્સ અને પર્સનલ ઇનકમ ટેક્સ પર કેન્દ્રિત રહેશે. સરકાર નોટબંધી અને જીએસટી બાદ મંદીમાં રહેલા અર્થતંત્રમાં નવા પ્રાણ ફુકવા માટે કેટલાક પગલા જાહેર કરી શકે છે.નાણાં પ્રધાન અરૂણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. આ વખતે નવી પરંપરા શરૂ કરવામા આવી રહી છે. જેટલી કહી ચુક્યા છે કે મોદી સરકાર કોર્પોરેટ ટેક્સને ઘટાડી દેવા ઇચ્છુક છે. નાના કરદાતાને કેટલીક રાહત આપવામાં આવી શકે છે. ડિવિડન્ટ ટેક્સ ફ્રેમવર્કમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. સરકાર આ ટેક્સ માટે એવા લોકોને જવાબદાર બનાવવા માંગે છે જે લોકોને ઇનકમનો મોટો હિસ્સો આનાથી પ્રાપ્ત થાય છે. આ મામલે ચાલી રહેલી વાતચીતથી વાકેફ રહેલા સુત્રોએ કહ્યુ છે કે બજેટમાં મુખ્યરીતે ટેક્સ પર વધારે ધ્યાન રહેશે. ટેક્સ નિષ્ણાંતો કહે છે કે વધુને વધુ લોકોને કરવેરાની જાળ હેઠળ લાવવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે. લઘુતમ મુક્તિ મર્યાદાને વધારવામાં આવી શકે છે. મિડલેવલમાં ટેક્સ સ્લેબના રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ઇનકમ ટેક્સની ચુકવણી નિયમિતરીતે કરનાર લોકોને સીધો ફાયદો થઇ શકે છે. વર્ષના બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે નોટબંધીના કારણે સરકારની જાહેરાતો ઉપર તમામની નજર રહેશે. સરકાર હજુ સુધી ટેક્સ સ્લેબને નવેસરથી રજુ કરવાના પાસા ઉપર વિચારી રહી છે. પહેલા પણ સરકાર કન્સ્ટ્રકશન સેકટરમાં રોજગારની તકો ઉભી કરવા, સીમેન્ટ, સ્ટીલ અને અન્ય કન્સ્ટ્રકશન સાથે જોડાયેલા મુદ્દાને લઈને રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવા ઈચ્છુક છે. સામાન્ય લોકો ભારે પરેશાન થયા છે. જેના લીધે પગારદાર વર્ગ માટે કેટલીક ઉપયોગી જાહેરાત કરવામાં આવી શકે છે. મધ્યમવર્ગને રાહત આપવા માટે વિવિધ પગલા અંગે વિચારણા ચાલી રહી છે. વચગાળાના બજેટમાં મોટાભાગની માંગણીઓ પૂર્ણ કરી શકાશે નહીં પરંતુ મોદી સરકાર વધારે તક છોડવા માટે ઇચ્છુક નથી. ચૂંટણી નજીક છે જેથી ચોક્કસપણે મધ્યમ વર્ગ અને યુવા વર્ગ માટે પગલા લેવાશે.

Related posts

૨૦૧૯ની તૈયારીઓ શરૂ, શાહે પાર્ટી મોર્ચાના અધિકારીઓ સાથે ઘડ્યો પ્લાન!

aapnugujarat

વાજપેયી, પ્રણવ, મનમોહનસિંહને બંગલો ખાલી કરવો પડશે

aapnugujarat

आरक्षण : भागवत के बयान पर भड़के RJD सांसद, कहा – आग से खेले तो ठीक नहीं होगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1