પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં લીલી ક્રાંતિના ૫૦ વર્ષ પૂરા થવા પર આયોજિત કાર્યક્રમમાં પીસી કેશવન દ્વારા એમ એસ સ્વામીનાથન પર લખેલા પુસ્તક ’૫૦ યર્સ ઓફ ગ્રીન રિવોલ્યૂશન’નું વિમોચન કર્યું. આ દરમિયાન એમણે કહ્યું કે અમારું પહેલું લક્ષ્ય દેશના દરેક ભાગમાં પ્રસરેલી આર્થિક અસમાનતાને દૂર કરવાનો છે.
જણાવી દઇએ કે ભારતામાં જ્યારે લીલી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી, તો એ પૂરા પ્રોજેક્ટની આગેવાની મહા વૈજ્ઞાનિક એમ.એસ સ્વામીનાથને કર્યો હતો. સ્વામીનાથનને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા સર્વોચ્ય સમ્માનોથી નવાઝવામાં આવી ચૂક્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૫૦ યર્સ ઓફ ગ્રીન રિવોલ્યૂશનનું વિમોચન કરતાં કહ્યું કે હિંદુસ્તાનનો દરેક ભાગઆર્થિક આધાર પર હજુ અલગ છે, આપણે એ આર્થિક અસમાનતા દૂર કરવાની જરૂર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું તે આપણે પાણી, જમીન માટે વટેકનોલોજના વિકાસની જરૂર છે. સરકાર એના માટે સતત પ્રયત્ન કરી રહી છે.પ્રધાનમંત્રી મોદીના ખેતી માટે જલ સંરક્ષણના મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જળ સંરક્ષણની સાથે પાણીનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ થવો જોઇએ. એમણે કહ્યું કે દેશની નદીઓને જોડવાનું અભિયાન કૃષિનું ઉત્પાદન વધારવા માટે ચલાવવામાં આવી રહ્યું છે.
એમણે જણાવ્યું કે નદીઓને બચાવવી સરકારની પ્રાથમિકતામાં સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામીનાથનના વખાણ કરતાં કહ્યું કે કદાચ જ કોઇતે સ્વામીનાથનને અપ્રસન્ન જોયા હોય. કાર્યક્રમની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં અન્ય પુસ્તકોનું પણ વિમાચન કર્યું.