મધ્ય રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ટ્રેનના કોચીસ ચેન્નાઈની ઈન્ડિયન કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવ્યા છે.આ ટ્રેન કલાકના ૧૩૦ કિ.મી.ની ઝડપે દોડશે અને મુંબઈ-ગોવા વચ્ચેનું અંતર સાડા આઠ કલાકમાં પૂરું કરશે.
તમામ કોચીસમાં બાયો-વેક્યૂમ ટોઈલેટ્સ છે, ઉપરાંત વોટર લેવલ ઈન્ડિકેટર્સ, ટેપ સેન્સર્સ, હેન્ડ ડ્રાયર્સની પણ સુવિધા છે. ભારતીય રેલવેમાં ટ્રેનમાં પ્રવાસીઓને આ પહેલી જ વાર આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સપ્તાહમાં પાંચ દિવસ દોડનારી આ ટ્રેન મુંબઈ સીએસએમટીથી સવારે પાંચ વાગ્યે ઉપડશે અને કરમાલી બપોરે ૧.૩૦ વાગ્યે પહોંચશે.
એવી જ રીતે, ટ્રેન કરમાલીથી બપોરે ૨.૩૦ વાગ્યે ઉપડશે અને મુંબઈ સીએસએમટી રાતે ૧૧ વાગ્યે પહોંચશે.આ ટ્રેનમાં એક્ઝિક્યૂટિવ ક્લાસ અને ચેર ક્લાસ છે. કોચીચની અંદર જ ચા અને કોફીના વેન્ડિંગ મશીનો મૂકવામાં આવ્યા છે.
તદુપરાંત મેગેઝિન્સ, નાસ્તાના ટેબલ્સ, એલસીડી સ્ક્રીન્સ અને વાઈ-ફાઈ સુવિધા પણ છે.ટિકિટ ભાડાંની હજી જાહેરાત કરાઈ નથી, પરંતુ શતાબ્દી તથા અન્ય પ્રીમિયમ ટ્રેનો કરતાં આ ટ્રેનનું ભાડું ૩૦ ટકા વધારે હશે.