Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતમાં વૃધ્ધોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો

ભારતમાં વૃધ્ધોની સંખ્યા ધાર્યા કરતા વધારે ઝડપથી વધી રહી છે. સરકારે કરેલા ખુલાસા પ્રમાણે ૨૦૫૦માં ભારતમાં ૬૦ વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા લગભગ ૩૪ કરોડ જેટલી હશે. લોકસભામાં આરોગ્ય મંત્રાલયના જુનિયર મંત્રી અનુપ્રિયા પટેલે આપેલી માહિતી પ્રમાણે યુનાઈટેડ નેશન્સે જે અંદાજ મુક્યો હતો તેના કરતા વૃધ્ધોની સંખ્યા વધારે રહેશે. યુનોના કહેવા પ્રમાણે ભારતમાં વૃધ્ધોની સંખ્યા ૩૧.૬ કરોડ રહેશે.જ્યારે એક એનજીઓનો અંદાજ ૩૨ કરોડનો છે. અનુપ્રિયા પટેલે કહ્યું હતુ કે ૦ થી ૧૪ વર્ષની એજગ્રુપનો ગ્રોથ રેટ ઘટ્યો છે પણ વૃધ્ધોનો ગ્રોથ રેટ વધી રહ્યો છે.

Related posts

PM Modi paid tribute to ‘Father of the Nation’

aapnugujarat

गुजरात चुनाव : कैसे हुआ राहुल गांधी का मेक ओवर

aapnugujarat

એએપી ગુજરાતમાં ચૂંટણી નહીં લડે તેવા સંકેતો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1