Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૨૬ અંકનો ઘટાડો

શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૬ પોઇન્ટ ઘટીને ૩૭૬૬૬ની સપાટી ઉપર રહ્યો હતો જ્યારે નિફ્ટી બે પોઇન્ટ ઉછળીને ૧૧૩૮૯ની સપાટી પર રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બંને ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ઓલટાઈમ હાઈ સપાટી ઉપર પહોંચ્યા હતા.
ઇન્ટ્રાડેની સોદાબાજી દરમિયાન નિફ્ટી ૧૧૪૨૯ અને સેંસેક્સે ૩૭૮૭૬ની ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. આંધ્ર અને પંજાબ નેશનલ બેંકના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. પીએનબીના ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા નિરાશાજનક રહ્યા છે.
ત્રણ મહિના માટે નુકસાનનો આંકડો ૯.૪૦ અબજ રૂપિયા રહ્યો છે. માર્કેટની દિશા નક્કી કરવામાં હવે મોનસુનની ભૂમિકા રહી શકે છે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે. સ્કાઈમેટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વર્ષની મોનસૂનની આગાહીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સામાન્ય કરતા ઓછા વરસાદ રહેશે. બજાર પર અન્ય જે પરીબળોની અસર દેખાનાર છે તેમાં વૈશ્વિક બજારમાં પ્રવાહ, વિદેશી અને સ્થાનિક મૂડીરોકાણકારો દ્વારા રોકાણ, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રુડ ઓઈલની કિંમતમાં ઉથલપાથલની અસર જોવા મળશે. ત્રિમાસિક ગાળાના પરિણામ ઉપર તમામની નજર કેન્દ્રિત છે. આ સપ્તાહમાં જુલાઈ ત્રિમાસિક ગાળાના આંકડા મોટી કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આવતીકાલે આઠમી ઓગસ્ટના દિવસે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, સીપ્લા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, લ્યુપીન દ્વારા તેમના રિપોર્ટ કાર્ડ જારી કરાશે. જ્યારે નવમી ઓગસ્ટના દિવસે અરવિંદો ફાર્માના પરિણામ જાહેર કરાશે. ગેલ ઈન્ડિયા, હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૧૦મી ઓગસ્ટના દિવસે તેમના રિપોર્ટ કાર્ડ રજુ કરાશે. આવી જ રીતે ભારત દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કેટલીક અમેરિકી ચીજવસ્તુઓ પર વિલંબથી ટેરીફ લાગુ કરવામાં આવનાર છે. ભારત અને અમેરિકા વચ્ચે ટેરીફને લઈને મતભેદો વધ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે સત્તારૂઢ થયા બાદથી આ મતભેદો વધ્યા છે. ૨૦૧૬માં દ્વિપક્ષીય કારોબારનો આંકડો ૧૧૫ અબજ ડોલરનો હતો પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રના પરિણામ સ્વરૂપે આ આંકડો ૩૧ અબજ ડોલર સુધી નીચે પહોંચી ગયો છે. ગઇકાલે સોમવારના દિવસે બીએસઈ સેંસેક્સ ૧૩૬ પોઇન્ટ ઉછળીને ૩૭૬૯૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ રેકોર્ડ ઉંચી સપાટી ઉપર રહેતા નવી આશા જાગી હતી. સોમવારના દિવસે નિફ્ટી ૨૬ પોઇન્ટ ઉછળીને ૧૧૩૮૭ની સપાટીએ રહ્યો હતો. ગઇકાલના કારોબાર દરમિયાન ઇન્ટ્રાડેની સોદાબાજી દરમિયાન સેંસેક્સ ૩૭૮૦૫ની ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગયો હતો.

Related posts

પીએમ મોદીને વારાણસીથી હારનો ડર?

aapnugujarat

જાપાન, અમેરિકા, ભારતનો મતલબ જીત થાય છે : મોદી

aapnugujarat

ટ્રેડ વોરની દહેશતની વચ્ચે આખરે સેંસેક્સમાં ૩૫૨ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1