Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બાબા બર્ફાનીનાં દર્શન કરવા ૪૫૪ ભક્તો રવાના

અમરનાથ યાત્રા બે દિવસ સુધી અલગતાવાદીઓ અને કટ્ટરપંથીઓ દ્વારા બંધની હાકલના કારણે સાવચેતીના પગલારૂપે બંધ રાખવામાં આવ્યા બાદ આજે ફરી શરૂ થઇ હતી. ૪૫૪ શ્રદ્ધાળુઓનો નવો કાફલો આજે સવારે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ખીણ માટે જમ્મુથી રવાના કરવામાં આવ્યો હતો. ૧૧ જુદા જુદા વાહનોમાં આ તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતીનગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના કરવામાં આવ્યા હતા. કાશ્મીર ખીણમાં બંધના કારણે બે દિવસ યાત્રા બંધ કરવામાં આવી હતી.અલગતાવાદીઓના બંધના પરિણામ સ્વરૂપે વહીવટીતંત્રએ સાવચેતીના પગલાંરૂપે રવિવારે અમરનાથ યાત્રાને બે દિવસ માટે રદ કરવાનો નિર્ણય કર્યો હતો. કલમ ૩૫-એને સમર્થન આપવાના હેતુસર આ બંધની હાકલ કરવામાં આવી હતી. બે દિવસ સુધી ભગવતીનગર યાત્રા નિવાસથી કોઈપણ શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજુરી આપવામાં આવી ન હતી. ૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨.૭૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે. આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. હાલમાં અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બની હતી. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૭૧ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. બીજી બાજુ હજ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.છેલ્લા ત્રણ વર્ષની અંદર આ વર્ષે સૌથી વધારે સંખ્યામાં અમરનાથ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. અમરનાથમાં આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા ત્રણ લાખથી પણ ઉપર પહોંચી શકે છે. કારણ કે અમરનાથ યાત્રા હજુ પૂર્ણ થવામાં ઘણો સમય છે. ૨૬મી ઓગષ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થનાર છે. શ્રદ્ધાળુઓનો ધસારો અકબંધ રહ્યો છે. બંને રૂટ બલતાલ અને પહેલગામથી શ્રદ્ધાળુઓ યાત્રા કરી રહ્યા છે. વાર્ષિક અમરનાથ યાત્રામાં કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આ વખતે વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. કેન્દ્રમાં મોદી સરકાર પોતે આ વખતે ગંભીર દેખાઇ રહી છે. મોદી સરકારે સુરક્ષાની ખાતરી કરવા તમામ પગલા લીધા છે.

Related posts

राउत ने की तेजस्वी तारीफ, कहा- इस चुनाव में वो मजबूत कड़ी उभर कर सामने आए

editor

શોપિયામાં આતંકવાદી ઠાર મરાયા

editor

Yogi cabinet Expansion : 23 MLAs take oath as Ministers in UP Govt

aapnugujarat

Leave a Comment

UA-96247877-1