Aapnu Gujarat
રાષ્ટ્રીય

કલમ ૩૫એ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી ગઈ

જમ્મુ-કાશ્મીર અને દેશભરમાં ભારે ચર્ચા જગાવનાર કલમ ૩૫-એની કાયદેસરતાને લઈને સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુનાવણી ટળી ગઈ હતી. જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપનાર કલમ ૩૫એને રદ કરવા સાથે સંબંધિત અરજી ઉપર સુનાવણી ટાળી દેવામાં આવ્યા બાદ હવે આ મામલામાં ઉપર સુનાવણી ૨૭મી ઓગસ્ટના દિવસે હાથ ધરવામાં આવશે. બંધારણની આ કલમને લઇને નિષ્ણાતોના જુદા જુદા અભિપ્રાય રહ્યા છે. આને લઇને ઘણા વિવાદ પણ છે. કલમ ૩૫એના વિરોધમાં બે દલીલો મુખ્યરુપથી રહી છે જે પૈકી પ્રથમ દલીલ એ છે કે, તે રાજ્યમાં અન્ય રાજ્યના ભારતીય નાગરિકોને સ્થાનિક નાગરકિતા માનવાથી રોકે છે. આવી જ રીતે બીજા રાજ્યના નાગરિકો જમ્મુ કાશ્મીરમાં નોકરી મેળવી શકે નહીં અને સંપત્તિ પણ ખરીદી શકે નહીં. આની સાથે સાથે જો પ્રદેશની કોઇ યુવતીએ અન્ય રાજ્યના નાગરિક સાથે લગ્ન કર્યા છે તો તેને રાજ્યમાં સંપત્તિના અધિકારથી કલમ ૩૫એના આધાર પર વંચિત રાખવામાં આવે છે. આને બંધારણણાં અલગથી ઉમેરીને આને લઇને પણ વિરોધ કરવામાં આવે છે. ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને મહેબુબા મુફ્તીની પીડીપી, સીપીએમ અને રાજ્ય કોંગ્રેસે પણ આ કલમના સમર્થનમાં દેખાવો કર્યા છે. આને જાળવી રાખવાની માંગ પણ કરવામાં આવી રહી છે. બીજી બાજુ ભાજપ આ કલમને દૂર કરવાને લઇને ખુલ્લી ચર્ચા ઇચ્છે છે. પાર્ટીના નેતાઓ માને છે કે, આ કલમ રાજ્યના હિતમાં બિલકુલ નથી. ૧૯૫૬માં જમ્મુ કાશ્મીરમાં બંધારણની રચના કરવામાં આવી હતી અને તેમાં સ્થાયી નાગરકિતાની પરિભાષા નક્કી કરવામાં આવી હતી. આ ંધારણ મુજબ સ્થાનિક નાગરિક એજ વ્યક્તિ છે જે૧૪મી મે ૧૯૫૪ના દિવસે રાજ્યના નાગરિક રહ્યા છે અને કાયદાકીય રીતે સંપત્તિના અધિગ્રહણમાં રહ્યા છે. આ ઉપરાંત કોઇ વ્યક્તિ ૧૦ વર્ષથી રાજ્યમાં રહે છે અથવા તો પહેલી માર્ચ ૧૯૪૭ બાદ રાજ્યથી માઇગ્રેટ થઇને આજના પાકિસ્તાન સરહદની અંદર જતાં રહ્યા છે પરંતુ પ્રદેશમાં ફરી રિસેટલમેન્ટ પરમિટની સાથે આવ્યા છે તો તેમને તક મળે છે. આ તમામ જટિલ બાબતો આની સાથે જોડાયેલી છે. ૩૫-એ કલમ રાજ્યને વિશેષ અધિકાર ઉપલબ્ધ કરાવે છે. આને લઈને વિરોધ કરનાર અને સમર્થન કરનાર લોકો આમને સામને આવી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટના રજીસ્ટ્રાર સમક્ષ એક અરજી દાખલ કરીને માહિતી આપવામાં આવી છે કે આગામી પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી તથા મ્યુનિસિપલ ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી છે. જેથી આ અરજી પર સુનાવણી હાલ હાથ ધરવામાં ન આવે તે જરૂરી છે. રાજ્ય સરકરા દ્વારા કરવામાં આવેલી રજુઆતને આજે ધ્યાનમાં લેવામાં આવી હતી અને સુનાવણી ટાળી દેવામાં આવી હતી. કલમ ૩૫એ પર સુપ્રીમ રાજ્યની નોંધ લીધી છે અને હવે ૨૭મી ઓગસ્ટના દિવસે સુનાવણી થશે.

Related posts

મહાપુરુષોના નામ પર રાજનીતિ થઇ રહી છે : સંત કબીરની ભૂમિ મગહરમાં નરેન્દ્ર મોદીનો દાવો

aapnugujarat

जय शाह के बचाव में उतरे राजनाथ, जांच की जरुरत नहीं

aapnugujarat

ગયા વર્ષે ૧૨૬ યુવાનો આતંકી જૂથમાં જોડાયા, ૨૦૧૬થી ૩૮ વધુ : મહેબૂબા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1