Aapnu Gujarat
રાષ્ટ્રીય

‘મર્દાનગી’ સાબિત કરવા અન્ય મહિલા સાથેની ક્લિપ સસરાને મોકલી !

નપુંસક હોવાના આરોપ બાદ પત્ની સાથે છૂટાછેડા થવાની કગાર પર રહેલા હૈદરાબાદના એક વ્યક્તિએ પોતાનું લગ્ન જીવન બચાવવા માટે એક અનોખો રસ્તો અજમાવ્યો હતો. પોતાની ’મર્દ’ છે એવું સાબિત કરવા માટે તેણે અન્ય મહિલા સાથે શારીરિક સંબંધ બાંધીને તેની પાંચ મિનિટની વીડિયો ક્લપિંગ પત્નીના પિતા અને તેના કાકીને મોકલી હતી.
જોકે, યુવકની આ ટ્રીક બિલકુલ કામ આવી ન હતી અને તેને જેલમાં જવાનો વારો આવ્યો છે. પોલીસે હૈદરાબાદના લાલ બહાદુર નગર ખાતે રહેતા વિબાવસુની તેની પત્ની અનુશાના પરિવારની ફરિયાદ બાદ ધરપકડ કરી છે. કોર્ટે તેને જેલમાં મોકલી આપ્યો છે. વિબાવસુએ વર્ષ ૨૦૧૬ના વર્ષમાં અનુશા સાથે લગ્ન કર્યા હતા.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, “લગ્ન બાદ બંને ફક્ત ૧૫ દિવસ જ સાથે રહ્યા હતા. બાદમાં અનુશા તેના માતાપિતા પાસે પરત આવી ગઈ હતી. આ દરમિયાન બંને પરિવારના લોકોએ બંનેને સમજાવ્યા હતા. જોકે, અનુશા સાસરે જવા તૈયાર ન હતી અને તેણીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. અરજીમાં મહિલાએ તેના પતિ પર આક્ષેપ લગાવ્યો હતો કે તે નપુંસક છે.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “પત્નીની કોર્ટમાં અરજી બાદ વિબાવસુએ પોતાની મર્દાનગી સાબિત કરવા માટે અનોખો રસ્તો અપનાવ્યો હતો અને પોતાનો જ પોર્ન વીડિયો બનાવ્યો હતો.
વિબાવસુ તરફથી પોર્ન વીડિયો મળ્યા બાદ અનુશાના પિતા અને તેની કાકીએ આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી. આ અંગે પોલીસે જ્યારે તેની પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો વીડિયો બનાવ્યો હોવાની વાત કબૂલી હતી. પોલીસે આ કેસમાં વિબાવસુ સામે પજવણી, બીભત્સ ક્લિપ મોકલવી અને અનિચ્છનિય જાતિય ટિપ્પણી કરવાનો ગુનો નોંધ્યો છે.

Related posts

૯ રાજ્યોમાં કોરોના કહેર વધ્યો

editor

બસપ સાથે ગઠબંધન રાખવા અખિલેશ બેઠકો પણ છોડશે

aapnugujarat

Violence in JNU between students & teachers, shameful: Mayawati demanded for judicial inquiry

aapnugujarat

Leave a Comment

UA-96247877-1