Aapnu Gujarat
રાષ્ટ્રીય

પત્ની રિસાઈને પિયર જતાં પતિએ પીએમ મોદીને પત્ર લખ્યો!!!

રસ્તા, ઘર અને વિકાસ જેવા અનેક કામ માટે કરોડો લોકોએ પીએમ નરેન્દ્ર મોદીને પત્રો લખ્યાં હશે પરંતુ શું તમે જાણો છો કે એક શખ્સે પોતાની પત્ની વિશે જણાવતા પીએમ મોદીને પત્ર લખ્યો છે. વડાપ્રધાનના નામે અનેક લોકો પોતાની સમસ્યાઓ જણાવતા પત્રો લખે છે. આ પત્ર પણ પીએમઓ પહોચે છે. આ વખતે ગામડાના એક યુવકે પોતાની પત્નીમાટે વિનંતી કરી છે. પીએમના નામે આવેલા આ પત્રમાં તે યુવકે તેના વૈવાહિક જીવનને બરબાદ થવાથી બચાવા અને નારાજ થઇને પિયર ચાલી ગયેલી પત્નીને પરત બોલાવવાની વિનંતી કરી છે.
આ યુવકે પત્ર એટલા માટે લખ્યો કારણ કે તેની પત્ની પરત ફરશે તો તેના સૂનકાર પડેલા ઘરમાં ફરીથી જીવ આવી જશે અને કોઇપણ પોલીસની કાર્યવાહી વિના તેની પત્ની સકુશળ ઘરે પરત ફરી શકે. ભૈરુપૂરા ગામના યુવક જગદીશ પ્રસાદના લગ્ન ૭ જુલાઇ ૨૦૧૮ના દિવસે બિહારની મીરા નામની યુવતી સાથે થયાં હતાં. લગ્નના ૧૨ દિવસ સુધી તેમનું લગ્નજીવન વ્યવસ્થિત ચાલ્યું. તે પછી મીરા પતિની કોઇ વાતથી નારાજ થઇને પોતાના પિયર ચાલી ગઇ.
જગદીશની પત્ની સાસરે પરત આવવા નથી ઇચ્છતી. તેમના લગ્ન બંનેના પરિવારજનોની સહમતિથી થયાં હતાં. આ અંગે જગદીશનું માનવું છે કે પીએમ મોદી મન કી બાતમાં બધા લોકોના દુખો સાંભળે છે. તેને વિશ્વાસ છે કે પત્ર મળ્યાં બાદ પીએમ મોદી તેમની સમસ્યાનું સમાધાન જરૂર લાવશે. જગદીશે પત્રમાં ગામવાસીઓના હસ્તાક્ષર પણ કરાવ્યાં છે.
જગદીશનું કહેવું છે કે જૂન ૨૦૧૮માં પણ ગામના એક વ્યક્તિએ પીએમને પત્ર લખીને આર્થિક મદદ કરવા માટે વિનંતી કરી હતી. તે પછી પીએમઓથી રાજ્ય સરકાર સુધી તેમની આ સમસ્યા પહોંચી અને સ્થાનિક પ્રશાસને તે ગરીબ વ્યક્તિને મદદ કરી હતી. આ જ કારણે જગદીશે પણ પીએમ મોદીને પોતાની સમસ્યા જણાવી છે.

Related posts

વિશ્વમાં ભારત સૈન્ય શક્તિમાં ચોથા સ્થાને

aapnugujarat

आतंकी सलाहुद्दीन के बेटे के घर पर छापेमारी से सनसनी

aapnugujarat

ભારત સરકાર પોતાની મોબાઈલ એપ સ્ટોર વિકસાવશે : પ્રસાદ

editor

Leave a Comment

UA-96247877-1