Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બસપ સાથે ગઠબંધન રાખવા અખિલેશ બેઠકો પણ છોડશે

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે કહ્યું હતું કે, તેમની પાર્ટી બસપ સાથે ગઠબંધનને સજીવન રાખવા માટે લોકસભાની કેટલીક સીટો જતી કરવા માટે તૈયાર છે. તેમની પાર્ટી કેટલીક સીટોનું બલિદાન પણ આપી શકે છે. ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવાની ખાતરી કરવા તમામ પ્રયાસો કરવામાં આવશે. અખિલેશે એક રેલીમાં કહ્યું હતું કે, બસપ સાથે અમારુ ગઠબંધન જારી રહેશે. ૨૦૧૯માં જો અમને કેટલીક સીટો છોડવાની આવશે તો અમે છોડીશું. અમે આ બાબતની ખાતરી કરીશું કે ભાજપની કોઇ રીતે હાર થાય. વિશ્વ ઝડપથી વિકસિત થઇ રહ્યું છે. પડોશી દેશો પણ ઝડપથી આગળ વધી રહ્યા છે. ચીને અમારા પર જંગી લીડ મેળવી લીધી છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશના ભાજપના લોકોએ આને લઇને આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપના લોકોનું કહેવું છે કે, માયાવતી અને અખિલેશ પોતાની પ્રાદેશિક ઓળખને ગુમાવી દેશે. બુઆ અને બબુઆ ભાજપ સામે સ્પષ્ટપણે ફેંકાઈ જશે. કારણ કે મુદ્દાઓ ઉપર કોઇ ગઠબંધન નથી. મુદ્દા વગર ગઠબંધન ક્યારેય કામ કરી શકતું નથી. ઉત્તરપ્રદેશમાં કૈરાના અને નુરપુરમાં હાલની લોકસભા પેટાચૂંટણીમાં ગઠબંધને જોરદાર દેખાવ કર્યો હતો અને જીત મેળવી હતી.પેટાચૂંટણીમાં સારા દેખાવ બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી એકબીજાની નજીક આવ્યા છે.
બીજી બાજુ કર્ણાટકમાં કુમારસ્વામીની શપથવિધિમાં માયાવતી અને અખિલેશ યાદવ બંને પહોંચ્યા હતા અને એકમંચ ઉપર દેખાયા હતા વિપક્ષી એકતાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં ખેંચતાણ ન રહે તે માટેના પ્રયાસો વિપક્ષ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

Related posts

Lightning struck in UP, 32 died, CM Yogi Adityanath Announces Ex-gratia of Rs 4 Lakh

aapnugujarat

अमरनाथ यात्रा पहले जारी हुई घाटी में सक्रिय टॉप १० आतंकवादियों की लिस्ट

aapnugujarat

દેશની પહેલી બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા દોડશે

editor

Leave a Comment

UA-96247877-1