Aapnu Gujarat
શિક્ષણ

વિદ્યાર્થીઓ પાસે શૌચાલયની સફાઈ કરાવાય છે

પ્રાથમિક શાળાઓમાં બાળકો પાસે સફાઈ, મજૂરી કરાવવાની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે બનાસકાંઠાની એક પ્રાથમિક શાળા ધ્યાનમાં આવી છે, જ્યાં વિદ્યાર્થીનીઓ પાસે શૌચાલયની સફાઈ કરાવવામાં આવી રહી છે. જેનો વીડિયો વાયરલ થતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારના ધાનેરી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓ પાસે શૌચાલયની સફાઈ કરાવવાનો વીડિયો વાયરલ થયો છે. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓ પાસે સ્કૂલના શિક્ષકો દ્વારા શૌચાલયની સફાઈ કરાવવામાં આવી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. વાલીઓનો આરોપ છે કે, ભણવાના સમયે શાળા દ્વારા બાળકો પાસે સફાઈ કરાવવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે, સરકાર દ્વારા પ્રાથમિક શાળાને સફાઈ માટે રૂ. ૧૮૦૦ની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, છતાં બાળકો પાસે સફાઈ કરાવવામાં આવી રહી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, શાળાને સફાઈ માટે મળતી ગ્રાન્ટ કોણ ચાઉ કરી જાય છે?
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વિદ્યાર્થીની શૌચાલય સાફ કરવા માટે પાણી ભરીને લાવી રહી છે, જ્યારે બીજી વિદ્યાર્થીની પાણીની ડોલ લઈ હાથમાં સાવરણો લઈ પાણી નાખી સફાઈ કરી રહી છે. પહેલા ટોયલેટની સફાઈ કરવામાં આવે છે, ત્યારબાદ મુતરડીમાં પાણી નાખી તેની સફાઈ કરવામાં આવે છે. આ વીડિયો વાલીઓ પાસે પહોંચતા આખી ઘટના સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ શાળામાં બાળકો પાસે સફાઈ, મજૂરીની ઘટનાઓ સામે આવી છે. હમણાં જ ડાંગની એક શાળામાં પણ બાળકો પાસે શૌચાલયની સફાઈની ઘટના સામે આવી હતી, તો અમદાવાદમાં વિદ્યાર્થીઓ પાસે પાવડા વડે કાળી મજૂરી કરાવવાની ઘટના સામે આવી હતી.

Related posts

ખાનગી શાળાની ઉંચી ફી ભલે ન ભરી હોય, બાળકનો પ્રવેશ તો રદ્દ નહીં જ થાય !

aapnugujarat

ગુજકેટનું છેલ્લી ઘડીયે ફોર્મ ભરનારા હાલાકીમાં મૂકાયા

aapnugujarat

गुजरात यूनिवर्सिटी के द्वारा लेट फीस में बढौतरी की गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1