Aapnu Gujarat
શિક્ષણ

ખાનગી શાળાની ઉંચી ફી ભલે ન ભરી હોય, બાળકનો પ્રવેશ તો રદ્દ નહીં જ થાય !

ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ઉંચી ફીનો મુદ્દો હાલ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કાયદાની આંટીઘુંટી સુધી ૫હોંચેલા આ મામલામાં નિયમો અંગે ફોડ પાડતા અમદાવાદના પ્રાથમિક શિક્ષણાધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ છે કે, કદાચ કોઇ વાલી ખાનગી શાળાની ઉંચી ફી ભરવાનો ઇન્કાર કરે કે ફી ન ભરે તો ૫ણ તેના બાળકનો પ્રવેશ રદ્દ થશે નહીં.ખાનગી શાળાઓ ફી વધારો કરવા માગતી હોય તો તેમણે છેલ્લા ત્રણ વર્ષનો હિસાબ રજૂ કરવો પડે તેમ હોવાથી તેઓ ફી રેગ્યુલેશન કમિટી સમક્ષ જવા ન માગતા હોવાનું જણાય છે. ખાનગી શાળાઓના સંચાલકોએ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રાથમિક શાળા માટેની રૂ.૧૫૦૦૦, માધ્યમિક શાળા માટેની રૂ.૨૫૦૦૦ અને ઉચ્ચ માધ્યમિક સાયન્સ માટેની રૂ.૩૦૦૦૦ની કટ ઑફ ફી કરતાં ચારથી પાંચ ગણી ફી માગવા માંડી છે અને તે ફી ન ભરે તો એડમિશન કેન્સલ કરી દેવાની ચિમકી આપી છે. ભાજપ સરકારે પહેલા ૧૫,૦૦૦, ૨૫૦૦૦ અને ૨૭૦૦૦ની ફી નક્કી કરી આપ્યા પછી ફી રેગ્યુલેશન કમિટીનું તૂત ઊભું કર્યું હતું.ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પ્રમાણે ૨૦૧૭ના વર્ષ માટે વાલીઓએ પ્રોવિઝનલ ફી કેટલી ભરવી તેની જાહેરાત કરવાને બદલે કટ ઑફ ફી નક્કી કરી આપી હતી. પ્રોવિઝનલ ફી ખાનગી શાળાના સંચાલકો જે કહે તે જ ભરી દેવા સૂચના આપી હતી. આમ દરેક તબક્કે વાલીઓને છેતરવાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તેનો લાભ લઈને શાળાઓએ ૨૦૧૮-૧૯ની ફી પણ માગવા માંડી છે. તેમ જ તે ન ભરનારા વાલીઓના બાળકોના એડમિશન રદ કરી દેવાની ચિમકી પણ આપવા માંડી છે.આમ શાળામાં રાજકારણીના સ્થાપિત હિતો હોવાથી વાલીઓને સતત ટટળાવતી આવેલી સરકાર સાથે શાળા સંચાલકોની મિલીભગત હોવાથી હવે તેઓ શાળાની ફી નક્કી કરાવવા માટે તેમણે સરકાર પાસે જવું જ ન પડે તેવી માગણી સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી છે. પરિણામે સરકારે ફી નિયમન માટે કરેલા કાયદાના કાર્યક્ષેત્રમાંથી તેઓ બહાર નીકળી જવાની કોશિશ શાળાઓ કરી રહી છે.ફી નિયંત્રણ માટેનો કાયદો ઘડયા પછી સરકાર તેનો અમલ કરાવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. પેરેન્ટ્‌સ એકતા મંચનું તો કહેવું છે કે સરકાર આ રીતે વાલીઓ સાથે રમત કરી રહી છે. પરિણામે આગામી સોમવારે તેઓ કોચરબ આશ્રમ ખાતે દેખાવો યોજશે અને સરકારની નીતિઓનો વિરોધ કરશે.

Related posts

ડીસાની આદર્શ પ્રાથમિક શાળામાં સ્વયં શિક્ષક દિન ઊજવણી કરાઈ

aapnugujarat

આરટીઇ હેઠળ ઓનલાઇન પ્રવેશો માટે આજથી પ્રક્રિયા

aapnugujarat

ફી નિયમનના કાયદાનો હવે ગુજરાતમાં કડકાઇથી અમલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1