Aapnu Gujarat
ગુજરાત

૧૨ વર્ષથી લાપતા થયેલા કિશોરને પોલીસે શોધી કાઢયો

ખેડાના કઠલાલ તાલુકાના રતનપુર ગામે રહેતાં નિવૃત બસ કંડક્ટર અમરસિંહ ડાભીનો પંદર વર્ષનો પુત્ર તેજપાલ અચાનક લાપતાં થઇ ગયો હતો. બાર વર્ષ અગાઉ વાળ કપાવવા જવાનું કહી નિકળ્યા બાદ તે ફરી દેખાયો જ ન હતો. પોલીસ ફરિયાદ અને જાતે શોધખોળ કરવા છતાં તે મળ્યો ન હતો. બાર વર્ષ બાદ આ પરિવારના કોઇ સંબંધીએ ફેસબુક ઉપર તેજપાલને જોયો. આ તેજપાલ અમરસિંહના લાપતાં પુત્ર જેવો દેખાતો હોય તેમને આ અંગે જાણ કરાઇ હતી.
ઘરેથી ભાગેલો કિશોર જુવાન બની ચૂક્યો હોવા છતાં માતા-પિતાની પ્રેમાળ આંખોએ તેને ઓળખી કાઢયો હતો. તેમણે ફેસબુક ચેક કર્યું તો તે સુરતમાં રહેતો હોવાનું જણાયું હતું. પોતાના સંપર્કોનો ઉપયોગ કરી આ પરિવાર સુરત આવ્યું અને એસઓજીના ઇન્સપેક્ટર ચૌધરીને મળ્યું હતું. ફેસબુક ઉપરથી કઢાવાયેલો ફોટો બતાવી યુવકને શોધી આપવા તેમણે આજીજી કરી હતી.
ફોટામાં બેક ગ્રાઉન્ડ સ્ટેશન વિસ્તારનું જણાતાં ત્યાંથી જ તપાસ શરૂ કરાઇ હતી. જેમાં કોહીનૂર કાફે હોટેલમાંથી તે મળી આવ્યો હતો. રસોઇયા તરીકે કામ કરતાં તેજપાલસિંહની પૂછપરછ કરાતાં તે અમરસિંહનો દિકરો જ નિકળ્યો હતો. પોલીસે તેજપાલને ડાભી પરિવાર સામે ઉભો કરી દેતાં તેઓ ગળગળા થઇ ગયા હતાં.
તેજપાલ લાપતાં થયો ત્યારે ડાભી પરિવારે પોલીસ ફરિયાદ કરવા સાથે ભગત ભૂવાના ચક્કર પણ કાપ્યા હતાં. માતાએ તો પુત્ર નહી મળે ત્યાં સુધી એક ટાઇમ જ જમીશ અને ચંપલ નહી પહેરુ એવી આકરી બાધા રાખી હતી. માતાની આ આકરી તપસ્યાના પ્રતાપે જ તેજપાલ બાર વર્ષે સુરતમાંથી સહી સલામત મળતાં હવે તેણી બે ટંક જમશે અને પગરખાં પણ પહરેશે.

Related posts

ગાંધીનગરમાં મેયરની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનાં કોર્પોરેટર્સ વચ્ચે મારામારી

aapnugujarat

હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીની સુવિધાનું મેન્ટેનન્સ થતું નથી : ૧૯મીએ શહેરમાં ફાયર સેફ્ટી અંગે સેમિનાર

aapnugujarat

ઊતરાયણના પ્રસંગે મંદિરોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1