Aapnu Gujarat
શિક્ષણ

ગુજકેટનું છેલ્લી ઘડીયે ફોર્મ ભરનારા હાલાકીમાં મૂકાયા

ડિગ્રી એન્જિનીયરીંગ અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષામાં છેલ્લી ઘડીયે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓને હાલ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓના એપ્લિકેશન નંબર જનરેટ નહી થયા હોવાના કારણે આવા વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનીયરીંગમાં ઓનલાઇન ફોર્મ ભરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓની મુશ્કેલીને ધ્યાનમાં લઇ એડમીશન કમીટી દ્વારા બોર્ડ પાસેથી આવા વિદ્યાર્થીઓની માહિતી એકત્ર કરી તેમને મુશ્કેલી ન પડે તે હેતુથી હેલ્પ સેન્ટર પર સૂચના જારી કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરાયા હતા. ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ પણ કેટલાક વિદ્યાર્થીઓ ગુજકેટના ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હોવાથી બોર્ડ દ્વારા તેઓને એક તક આપવામાં આવી હતી. જો કે, તેમના ફોર્મ મેન્યુઅલી સ્વીકારવામાં આવ્યા હોઇ એપ્લિકેશન નંબર જનરેટ થયો ન હતો. જયારે હવે ડિગ્રી એન્જિનીયરીંગમાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આવા વિદ્યાર્થીઓ એપ્લિકેશન નંબર જનરટે થયો નહી હોવાથી ફોર્મ ભરી શકતા ન હતા. આ સમગ્ર મામલો એડમીશન કમીટીના ધ્યાન પર આવ્યો હતો અને કમીટીએ વિદ્યાર્થીઓની મુશ્કેલીને સમજીને આ અંગે બોર્ડનું ધ્યાન દોર્યું હતું. વધુમાં, આવા વિદ્યાર્થીઓની વિગતો બોર્ડ પાસેથી એકત્ર કરી તેઓને એન્જિનીયરીંગમાં પ્રવેશ માટે મુશ્કેલી ના પડે તે બાબતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં જે વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા માટે છેલ્લી ઘડીયે ફોર્મ ભર્યા છે અને એપ્લિકેશન નંબર જનરેટ થયા નહી હોવાથી ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓએ એડમીશન કમીટીના હેલ્પલાઇન નંબર પરથી એપ્લિકેશન નંબર મેળવી લેવાનો રહેશે અને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આમ, એડમીશન કમીટીએ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક રસ્તો કાઢી તેઓની સમસ્યાનું નિરાકરણ કર્યું હતું.

Related posts

શિક્ષણ નીતિ દરેક પ્રકારના દબાણથી મુક્ત ઃ મોદી

editor

કોરોનામાં લેવાયલ ગુજ યુનિ.ની પરીક્ષા ફરીથી લેવાશે

editor

દિયોદરના ભેંસાણા ગામની રખમા ચૌધરીએ ક્લાસ-૨ પરીક્ષા પાસ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1