Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએમ મોદીની મનસા ડિજિટલ ઈન્ડિયાને ડિજિટલ વર્લ્ડમાં પરિવર્તિત કરવાની

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સના સદસ્ય દેશો સાથે મળીને પોતાના સપનાની દુનિયા બનાવવા ચાહે છે. પીએમ મોદીની મનસા ડિજિટલ ઈન્ડિયાને ડિજિટલ વર્લ્ડમાં પરિવર્તિત કરવાની છે.
તેમણે પોતાના ન્યૂ વર્લ્ડ ડ્રીમની યોજનાને બ્રિક્સ સદસ્ય દેશોને પણ જણાવી છે. પીએમ મોદીનું ન્યૂ વર્લ્ડનું સપનું ટેક્નોલોજીના રિવોલ્યૂશન પર ટકેલું છે. જેમાં દરેક કામ તકનીકના આધારે આસાન બનાવવામાં આવશે. ન્યૂ વર્લ્ડમાં શિક્ષણને લઈને માર્કેટ અને ઓફિસ પણ ઓનલાઈન હશે.
ટેક્નોલોજી રિવોલ્યૂશન દ્વારા રોબોટિક આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ, બ્લોકચેન, નેનો-ટેક્નોલોજી, ક્વાન્ટમ કમ્પ્યુટિંગ, બાયો-ટેક્નોલોજી, ૩ડી પ્રિન્ટિંગ અને ઓટોનોમસ વ્હિકલ્સને પ્રોત્સાહીત કરવામાં આવશે. હવે ભારત દુનિયામાં ટેક્નોલોજી રિવોલ્યૂશન લાવવા માટે બ્રિક્સના સદસ્ય દેશોની સાથે મળીને કામ કરશે.
ગુરુવારે દક્ષિણ આફ્રિકામાં દશમી બ્રિક્સ સમિટમાં પીએમ મોદીએ દુનિયાને વધુ સુલભ બનાવવામાં ટેક્નોલોજી, કૌશલ વિકાસ અને બહુપક્ષીય સહયોગને મહત્વ આપવા પર ભાર મૂક્યો છે.
પીએમ મોદીએ કહ્યું છે કે દુનિયામાં વિકસિત થઈ રહેલી નવી ટેક્નોલોજી અને પરસ્પર સંપર્કની ડિજિટલ પદ્ધતિ તરીકે આપણા માટે અવસર પણ છે, અને પડકાર પણ છે. વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કરીને જણાવ્યું કે બ્રિક્સના સાથીદેશોના નેતાઓ સાથેના સત્રમાં તેમણે વિભિન્ન વૈશ્વિક મુદ્દાઓ, તકનીકનું મહત્વ, કૌશલ વિકાસ અને પ્રભાવી બહુપક્ષીય સહયોગ દ્વારા દુનિયાને વધુ સરળ બનાવવાના મુદ્દા પર પોતાના વિચાર રજૂ કર્યા હતા.
પીએમ મોદીએ આ અંગે રજૂઆત કરી કે બ્રિક્સ દેશોની ચોથી ઔદ્યોગિક ક્રાંતિના પરિણામ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. આનો વિભિન્ન દેશોના લોકો અને અર્થવ્યવસ્થા પર દૂરોગામી પ્રભાવ પેદા થશે. સાથે કાયદાનું પાલન અને તકનીક દ્વારા સામાજિક સુરક્ષા અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને સીધી ચુકવણી તેનું એક ઉદાહરણ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું મહત્વ મૂડીથી વધારે હશે. તેમનું માનવું છે કે આગામી સમયમાં રોજગાર માટે વધારે કૌશલ્યની જરૂરત હશે. તેની સાથે જ રોજગારનું સ્વરૂપ પણ હંગામી હશે.
તેવી જ રીતે ઔદ્યોગિક ઉત્પાદન, ડિઝાઈન અને નિર્માણ પ્રક્રિયામાં પણ પરિવર્તન થશે.આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે તકનીકમાં પરિવર્તનની ગતિને આપણા અભ્યાસક્રમોમાં સ્થાન મળે. તેના માટે સ્કૂલો અને યુનિવર્સિટીના અભ્યાસક્રમોને એવી રીતે બદલવાની જરૂરત છે કે યુવાનોને ભવિષ્યની જરૂરતો માટે તૈયાર કરી શકાય.

Related posts

अब दिउरी आदिवासी पुजारियों को भी मानदेय मिलेगा : सीएम रघुवर दास

aapnugujarat

बेनामी संपत्ति मामलाः राबड़ी देवी और तेजस्वी से आईटी की पूछताछ

aapnugujarat

આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન

editor

Leave a Comment

UA-96247877-1