Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકારે સૌથી ઓછું સુરક્ષા બજેટ ફાળવ્યું

સંસદની એક અંદાજ સમિતિએ સુરક્ષા બજેટમાં સશસ્ત્ર દળોને અપૂરતુ ફંડ આપવા પર નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી છે અને કહ્યું છે કે સુરક્ષા પડકારોનો સામનો કરવામાં દેશ આ પ્રકારની બેદરકારી સહન ન કરી શકે, ખાસકરીને જ્યારે બે મોર્ચે યુદ્ધની શક્યતા હોય.ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની અધ્યક્ષતાવાળી એક અંદાજ સમિતિએ લોકસભામાં રજૂ કરેલા પોતાના રિપોર્ટમાં સંરક્ષણ બજેટમાં સેનાની ત્રણેય પાંખને જીડીપીના ૧.૫૬ ટકાની ફાળવણીનો ઉલ્લેખ કરી કહ્યું છે કે ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ બાદ આ સૌથી ઓછી ફાળવણી છે.આ નવો રિપોર્ટ સુરક્ષા બાબતો પર સંસદની સ્થાયી સમિતિના રિપોર્ટના લગભગ ચાર મહિના બાદ આવ્યો છે જેમાં આર્મી, નેવી અને એરફોર્સને જરૂરી ફંડ ન આપવાની ટીકા કરવામાં આવી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અપ્રચલિત હથિયારોની જગ્યાએ અત્યાધુનિક હથિયાર ટેકનોલોજીની તાત્કાલિક જરૂર છે અને તેના માટે મુડીગત બજેટમાં મહત્વપૂર્ણ વધારાની જરૂર છે.મોદી સરકારે સુરક્ષા દળો માટે ૨.૯૫ લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું જે જીડીપીના લગભગ ૧.૫૬ ટકા જેટલુ છે. સશસ્ત્ર દળ ઓછા બજેટના કારણે નારાજ હોવાનું જણાવાઇ રહ્યું છે.આ સમિતિએ એમ પણ કહ્યું છે કે મંત્રાલય હથિયારો અને આર્મી સાથે જોડાયેલા સામાનની ખરીદી કરવાની પ્રક્રિયામાં થઇ રહેલા વિલંબને રોકવા માટે પગલા ભરે. તેમની પાસે મેક ઇન ઇન્ડિયા ઇનિશિએટિવ હેઠળ ૨૫ પરિયોજનાઓ છે પરંતુ તેના પર કામ કરવા માટે જરૂરી બજેટ નથી. જેના કારણે કેટલિક યોજનાઓ અધુરી છોડી દેવામાં આવી છે.સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે સમિતિનું માનવું છે કે ડીઆરડીઓના કામકાજમાં સંપૂર્ણ પરિવર્તન લાવવાની જરૂર છે. સાથે જ દરેક દેશની જરૂરીરિયાતોના સંદર્ભમાં તેના યોગદાનને ફરી તપાસવાની પણ જરૂર છે.સમિતિએ રિપોર્ટમાં કહ્યું છે કે તેમને એ જાણીને આંચકો લાગ્યો છે કે ભારત મોટા હથિયારીઓની સાથે સાથે પાયાના નાના સુરક્ષા હથિયારો માટે પણ વિદેશી સપ્લાય પર નિર્ભર છે. દેશે યુદ્ધ માટે તૈયાર રહેવુ જોઈએ અને સુરક્ષા દળોની ત્રણેય પાંખ એક સાથે કામ કરવી જોઈએ.

Related posts

सिर्फ भाजपा ऐसी पार्टी है जिसमें कोई भी अध्यक्ष बन सकता है : जेपी नड्डा

aapnugujarat

राहुल गांधी जैसे नेता राजनीति में कम ही देखने को मिलते हैं : अधीर रंजन

aapnugujarat

દિલ્હી ટેસ્ટ ડ્રો : શ્રીલંકાના બેટ્‌સમેનોએ મક્કમ બેટિંગ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1