Aapnu Gujarat
ગુજરાત

કોંગીમાં કકળાટ ગુજરાતની જનતા જોઈ રહી છે : પંડ્યા

કોંગ્રેસના આંતરિક જૂથબંધી માટે મીડિયા અને ભાજપનો પ્રોપેગેન્ડા છે તેવા આક્ષેપ સામે પ્રત્યાઘાત આપતા ગુજરાત ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં રહેલો ઉકળાટ અને કકળાટ મીડિયા દ્વારા ગુજરાતની જનતા જોઈ રહી છે. કોંગ્રેસમાં જૂથબંધીની પરાકાષ્ટા છે. કોંગ્રેસની દરિયાકિનારા બચાવો યાત્રામાં કોંગ્રેસની નાવ દરિયામાં જ ડુબવા માંડી છે. ગુજરાતમાં ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ આવે છે અને ચૂંટણી જાય છે ત્યારે કોંગ્રેસ જાય છે પણ હવે સમાચારો પરથી લાગે છે કે વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ આવે છે, હોર્ડિંગ્સ નહીં પરંતુ કોંગ્રેસે કોંગ્રેસ જાય છે. તેવા હોર્ડિંગ્સ લગાવવા પડશે. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંદીની આગેવાની ૨૮થી વધુ કોંગ્રેસ ચૂંટણીઓ હારે એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ રાહુલ ગાંધીની આગેવાનીમાં ચૂંટણી લડવા માંગતા ન હોય. કોંગ્રેસની હાર નિશ્ચિત હોય ત્યારે આવી માનસિકતા આવતી હોય છે. કોંગ્રેસના ધારાસભ્યો એક જગ્યાએ ભેગા થાય, કોંગ્રેસના કામત તેમને મળવા જાય અને પ્રભારી તરીકે કોંગ્રેસ તેમને કાઢી મુકીને નવા પ્રભારીની નિમણૂંક કરવી પડે. કોંગ્રેસની બેઠકોમાંથી કોઈ નેતા વ્હેલા બહાર નીકળી જાય, રાહુલ ગાંધી સાથે ગ્રુપમાં ફોટો ન પડાવે તેમજ કોંગ્રેસના કોઇઈ નેતા રાહુલ ગાંધીને સોશીયલ મીડિયામાં અનફોલો કરે, આદિવાસીઓની જાહેરસભા વખતે કોંગ્રેસી નેતા અમેરિકાના પ્રવાસે જતા રહે અને દરિયા કિનારા બચાવ યાત્રામાં પ્રજા ક્યાય જોડાઈ નહીં, એટલું જ નહીં, કોંગ્રેસના કોઇ નેતાઓ કે કાર્યકર્તાઓ પણ ન જોડાણા અને હવે અત્યારે કોઇ નેતા વિવાદ સાથે ચીનના પ્રવાસે જતા રહ્યા છે. કોઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બદલવાની વાત કરે છે અને અત્યારે કોંગ્રેસના વિપક્ષના નેતા કોણ બનશે તેનો ઝઘડો કોંગ્રેસમાં ચાલી રહ્યો છે. આ બધો કોંગ્રેસનો આંતરિક મામલો ગુજરાત અને દેશની જનતા મીડિયા દ્વારા જોઈ રહી છે. આમા મીડિયા કે ભાજપ પર પ્રોપેગેન્ડાનો આક્ષેપ લગાવ્યો છે તે હાસ્યાસ્પદ છે. પંડ્યાએ જણાવ્યું તું કે અમે સામેથી કોઇ ધારાસભ્યના સંપર્કમાં નથી અમે યોજનાઓ, કાર્યક્રમો અને યાત્રાઓ દ્વારા સીધા જનતાના સંપર્કમાં છીએ. કોઇ ભાજપમાં જોડાવવા માંગતું હશે તેઓ ભાજપની વિચારધારા સ્વીકારીને અને ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી થવા માંગતા હશે તો તેનો નિર્ણય પ્રદેશ કે કેન્દ્રનું નેતૃત્વ કરશે. પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, ભાજપ પોતાની સંગઠન શક્તિથી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજ્ય સરકાર એમ બંને સરકારોના વિકાસ બળથી આગામી વિધાનસભા ચૂંટણી લડશે.

Related posts

કડીના રોડ-રસ્તાની મરામતની કામગીરી પૂરજોશમાં

aapnugujarat

છ મહાનગરપાલિકામાં નિરસ મતદાન

editor

મરાઠાની જેમ અનામત નહી અપાય તો આંદોલન ઉગ્ર થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1