Aapnu Gujarat
ગુજરાત

૧૮ હજાર નવનિયુક્ત પોલીસ જવાનને નિમણૂંકપત્રો અપાયા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પોલીસ દળમાં ઐતિહાસિક અવસરરુપે ૧૮૦૦૦ નવનિયુક્ત પોલીસ યુવાકર્મીઓને નિમણૂંક પત્ર અર્પણ કરતા આહવાન કર્યં કે, મહાત્મા ગાંધી, સરદાર સાહેબની આ ભૂમિમાં તેઓ ગુજરાતની જનતા જનાર્દનની રક્ષા સુરક્ષાના અંતરનાદનું દાયિત્વ જગાવે. ગુજરાતનું પોલીસદળ રોલ મોડેલ પોલીસ બને, વિશ્વની પુલિસ ગુજરાત પોલીસ પાસે પદાર્થપાઠ શીખવા આવે તેવી શાખ ઉભી કરવા તેમણે પ્રેરક આહવાન કર્યું હુતં. ગુજરાત પોલીસ યુવાનોથી તરબરતર યુવા પોલીસ છે તેમ સ્પષ્ટપણે જણાવતા વિજય રૂપાણીએ કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં ૫૦ હજારની ભરતી થઇ તેમાંથી ૨૬૦૦૦ની ભરતી માત્ર દોઢ વર્ષમાં કરવામાં આવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસની નવી ક્ષિતિજો આંબવા કાયદો-વ્યવસ્થા, સુરક્ષા સલામતિને પ્રાધાન્ય અમે આપ્યું છે. રાજ્ય સરકારે ગૃહ વિભાગ અને પોલીસ ભરતી બોર્ડને પારદર્શી અને વાદ-વિવાદરહિત ભરતી માટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ ટિપ્પણી કરતા કહ્યું કે, ભૂતકાળમાં ભરતી પ્રક્રિયાઓ વચેટિયા, દલાલો, મિડલમેનથી ખદબદતી હતી. મા-બાપ પેટેપાટા બાંધી દેવું કરી પોતાના સંતાનની નોકરી મેળવતા. આજે એવી જડબેસલાક વ્યવસ્થા આ સરકારે કરી છે કે આ ૧૮૦૦૦ નવયુવાનોએ એક પણ કાણી પાઈ કોઇને આપ્યા વિના પોતાના કૌશલ્યથી સજ્જતાથી નોકરી મેળવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ આ નવનિયુક્તિ યુવા પોલીસ કર્મીઓને પ્રેરણા આપતા કહ્યું કે, હવે આપણે એવી કડપ અને ફરજનિષ્ઠા દાખવીએ કે સમાજને રંજાડતા તત્વો, અસમાજિકો ઉપર આપણો દાબ રહે. પ્રજા તમારા ભરોસે સુરક્ષા સલામતી અનુભવે તે જ આપણો સેવા ધર્મ હોય તેમ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, ગુજરાતના યુવાનોને સરકારી સેવામાં રોજગાર મળે તેવા સુદ્રઢ આયોજન સાથે આ સરકારે ૭૦ હજાર ઉપરાંતની ભરતી કરી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં આરામ હરામ હૈ ના નારા આપનારાઓએ કામ ના આપીને બેકારોની ફોદજ ઉભી કરી હતી.
આ સરકારે દોઢ દાયકામાં હર હાથ કો કામનો મંત્ર સાકાર કરી યુવા પેઢીને રોજગારીના અવસર આપ્યા છે. વિજય રૂપાણીએ કહ્યું કે, આજે નયા ભારતના નવયુવાનને તક-અવસર આપવાની જરૂરિયાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં આજે નવ યુવાશક્તિને આ તક યંગ ઇન્ડિયાથી મળી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, યંગ ઇન્ડિયા, યંગ ગુજરાતને સાકાર કરવા ગુજરાતમાં આપણે યુવાશક્તિને કાયદો-વ્યવસ્થાની રક્ષામાં જોડાવાની પહેલ કરી છે.
તેમણે આધુનિક સમયાનુકૃતિ ટેકનોલોજી સજ્જ યુવા પેઢી હવે પોલીસ દળમાં જોડાઈ રહી છે તેની પરિપાટીએ ગુજરાતની શાખ-પ્રતિષ્ઠા સતત ઉંચે જાય તેવું સેવા-નિષ્ઠા કર્તવ્ય બજાવવા આ નવનિયુક્તિ પોલીસ કર્મીઓની પ્રેરણા આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પોલીસની તાકાત શક્તિ અસામાજિક તત્વો પર ધાકની હોવી જોઇએ તો જ પ્રજાને સુરક્ષા સલામતીનો અહેસાસ થાય તેવા દાખલા આપણે બેસાડવા છે. ગુજરાતમાં પોલીસની જે છબિ છે, અનુશાસનની જે દૃઢતા છે, તેની વિરાસત-પ્રભાવને નવી પેઢી વધુ નવી ઓળખ અપાવે તેવી અપેક્ષા મુખ્યમંત્રી રૂપાણીએ દર્શાવી હતી.

Related posts

બહેરામપુરા વિસ્તારમાં ચેપી રોગ હોસ્પિટલ ક્વાટર્સની ગટરો ચોકઅપ : લોકો પરેશાન

aapnugujarat

અપગ્રેડ થઈ રહ્યું છે અમદાવાદ એરપોર્ટ

aapnugujarat

ગુજરાત સરકારના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરમાં મોટાભાગના અભ્યાસો પૂર્ણ

editor

Leave a Comment

UA-96247877-1