Aapnu Gujarat
ગુજરાત

બહેરામપુરા વિસ્તારમાં ચેપી રોગ હોસ્પિટલ ક્વાટર્સની ગટરો ચોકઅપ : લોકો પરેશાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટીતંત્ર કેટલી હદે કથળ્યુ છે એ બાબતનો વધુ એક વરવો પુરાવો સામે આવવા પામ્યો છે જેમાં અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચેપીરોગની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતાં દર્દીઓની સેવા કરવાવાળા કર્મચારીઓ જ્યાં વસવાટ કરી રહ્યા છે એવા કર્મચારીઓના સ્ટાફ કવાટર્સની જ ગટરો છેલ્લા ઘણાં સમયથી ચોકઅપ થઈ ગઈ છે અને ગટરના ગંદાપાણી સતત ઉભરાઈ રહ્યા હોવા છતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા તેને સાફ કરવાની કોઈ તજવીજ આજદિન સુધી હાથ ધરવામાં આવી નથી.આ અંગે મળતી પ્રાપ્ત વિગતો અનુસાર,અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચેપીરોગની હોસ્પિટલ આવેલી છે.
આ હોસ્પિટલમાં અમદાવાદ શહેર ઉપરાંત અમદાવાદ બહારના દર્દીઓ પણ સારવાર લેવા માટે આવતા હોય છે.ચોંકાવનારી બાબત એ બહાર આવવા પામી છે કે,આ ચેપીરોગની હોસ્પિટલમાં ફરજ બજાવતા અને દર્દીઓની સારવાર કરી રહેલા કર્મચારીઓ માટે કવાટર્સ પણ બનાવવામાં આવેલા છે.આ કવાટર્સની આગળના ભાગમાં આવેલી ગટરો છેલ્લા ઘણાં સમયથી ઉભરાઈ રહી છે ગટરો ચોકઅપ થઈ રહી છે આ મામલે આ કવાટર્સમાં રહેતા રહીશો દ્વારા આ પ્રશ્ને તાકીદે નિકાલ કરવા માટે નજીકના મસ્ટર સ્ટેશન અને ઝોનલ ઓફિસમાં પણ અનેક વખત લેખિત રજુઆત કરવામાં આવી છે આમ છતાં તંત્રના પેટનું પાણી હાલતુ નથી અને ગટરોની સફાઈ હાથ ધરવામાં આવતી નથી.આમ ચેપીરોગની હોસ્પિટલમાં ફરજ બજાવી દર્દીઓને સાજા કરી તેમને ઘેર મોકલી રહેલા કર્મચારીઓ જે સ્થળે સ્ટાફ કવાટર્સમા રહે છે તે જ સ્થળે તંત્રની ઘોર બેદરકારીના કારણે ગટરો ઉભરાઈ રહી હોઈ આ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તેમના પરિવારજનો બીમારીનો ભોગ બને એ દિવસ દુર નથી એવું સ્થાનિક રહીશોમાંથી જાણવા મળ્યું છે.

Related posts

ઝાલાવાડમાં કરણી માંની ૧૩૪મી જન્મ જયંતિની ઉજવણી

editor

રિજનલ આઉટરીચ બ્યુરોના ઓફિસર લાંચ લેતા પકડાયા

aapnugujarat

વાદળછાયુ વાતાવરણ વચ્ચે અમદાવાદમાં પારો ૪૧ હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1