Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં વરસાદ બાદ ગંદકીથી લોકો પરેશાન

અમદાવાદ શહેરમાં આજે સતત બીજા દિવસે વરસાદ જારી રહ્યો હતો. વરસાદ જારી રહેવાના કારણે એકબાજુ વાતાવરણ રંગીન બન્યું હતું. જ્યારે બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં શુક્રવારના દિવસે પડેલા ભારે વરસાદ બાદ આજે પણ પાણી ભરાયેલા રહ્યા હતા. જેથી સ્થાનિક લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ વરસાદ બાદ ગંદકી પણ જોવા મળી રહી છે જે રોગચાળાના આમંત્રણ આપી શકે છે. અમદાવાદ શહેરમાં હજુ પણ ભારે વરસાદ જારી રહી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ભારે વરસાદના એક દિવસ બાદ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ચારેબાજુ આવા વિસ્તારમાં ગંદકી જોવા મળે છે. કાદવ કિચડના કારણે લોકો ભારે પરેશાન થયેલા છે. સાથે સાથે હવે ગંદકીના કારણે રોગચાળાની દહેશત પણ દેખાઇ રહી છે. બીજી બાજુ તંત્ર દ્વારા સાફ સફાઇ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. ગઇકાલે શુક્રવારના દિવસે વરસાદ સાથે જ અમદાવાદમાં સિઝનનો વરસાદ છ ઇંચ થઇ ગયો છે.
હજુ સુધી ચાર ઇંચ જેટલો વરસાદ થયેલો હતો. લગભગ એક મહિના જેટલી લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મેખરાજા મોડે મોડે પણ અમદાવાદ શહેર પર જાણે મહેરબાન થયા હતા. ગઇકાલે અમદાવાદ શહેરમાં ભારે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર તોફાની વરસાદ તૂટી પડતાં અમદાવાદીઓ વરસાદી માહોલને લઇ ખુશખુશાલ બન્યા હતા. લાંબા સમય બાદ ચોમાસાનો ખરો વરસાદ હોય એ રીતે મેઘરાજા મહેરબાન થતાં શહેરીજનોએ બાફ અને ઉકળાટના વાતાવરણમાં રાહત મેળવી હતી અને વરસાદી ઠંડકનો આખરે અનુભવ કર્યો હતો. શહેરમાં આજે ધોધમાર તોફાની વરસાદને લઇ ગઇકાલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પૂર્વના વિસ્તારમાં ફરી એકવાર સોસાયટીઓ-દુકાનોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. તો, શહેરના માર્ગો પર ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ઠેર-ઠેર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૨૯.૬ અને લઘુત્તમ તાપમાન ૨૪.૪ ડિગ્રી નોંધાયું હતું.

Related posts

२३ तक ओले और बेमौसम बारिश होने का पूर्वानुमान

aapnugujarat

बाढ़ के कहर बाद वडोदरा में महामारी बेकाबू हो गई

aapnugujarat

રૂપાણીના ૧,૪૬૦ દિવસ : ગુજરાતના ૧૦ મુખ્યમંત્રીના શાસનનો રેકોર્ડ તોડનાર મુખ્યમંત્રી

editor

Leave a Comment

UA-96247877-1