Aapnu Gujarat
ગુજરાત

૩૯ લાખથી વધુ બાળકોના ઓરી-રૂબેલા રોગની રસી

આરોગ્ય વિભાગના અધિક નિયામકના જણાવ્યાનુસાર રાજ્યમાં ઓરી-રૂબેલાના રોગ સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકારે જે જન અભિયાન ઉપાડ્યું છે જેમાં રાજ્યભરના દોઢ કરોડથી વધુ બાળકોને આવરી લેવાનું આયોજન છે તે પૈકી આજ સુધીમાં ૩૯.૮૦ લાખથી વધુ બાળકોનું રસીકરણ સંપન્ન થયું છે.
આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર ઉચ્ચ અધિકારીઓ તેમજ ખાનગી બાળ રોગ નિષ્ણાત પણ પોતાના બાળકોને એમ.આરની રસી અપાવી રહ્યા છે. આવું જ એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં સાબરકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનીષ ફેન્સી અને પ્રખ્યાત ખાનગી બાળ રોગ નિષ્ણાત ડૉ. સંદિપ ત્રિવેદીએ પોતાના બાળકોનું શાળામાં જઈ રસીકરણ કરાવીને પુરૂ પાડ્યું છે.
આ અભિયાનના પ્રથમ તબક્કામાં તમામ શાળાઓમાં કામગીરી કરવાની હોઈ અત્યાર સુધીમાં કુલ ૩૦,૪૩૭ રસીકરણ સત્રનું આયોજન કરી ૩૯.૮૦ લાખ બાળકોને એમ.આર. રસી આપી ઓરી અને રૂબેલા રોગથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. ઓરી-રૂબેલાની આ રસી ૧૦૦ ટકા સુરક્ષિત અને અસરકારક છે. જ્યારે કોઈપણ વિશાળ રસીકરણ અભિયાનમાં શાળામાં ભણતા મોટા બાળકોમાં સોયના ભયના કારણે માનસિક તાણ થવાની સંભાવના હોય છે પરંતુ તેને દુર કરવા માટે દરેક શાળાઓમાં આ અભિયાનને લઈને શિક્ષકો, વાલીઓ અને બાળકોમાં એક ઉત્સવ જેવા માહોલનું વાતાવરણ પેદા થયું છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં સુપરવિઝન માટે વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી રસીકરણ અંગે જનજાગૃતિ લાવવા અને ગેરસમજ દુર કરવા માટે વિવિધ સહયોગ આપવામાં આવ્યો છે.

Related posts

કપાયેલા વિજ જોડાણની લેણી ભરપાઈ માટે માફીની યોજના

aapnugujarat

ગુજરાત વિધાનસભા કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલનો વિવાદિત વીડિયો થયો વાયરલ

aapnugujarat

થરામાં ઠાકોર બોર્ડિંગના વિદ્યાર્થીઓને સ્વ. હેડ કોન્સ્ટેબલ નાગજીજીના પરિવારે ભોજન કરાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1