Aapnu Gujarat
ગુજરાત

કપાયેલા વિજ જોડાણની લેણી ભરપાઈ માટે માફીની યોજના

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેરક અને ગતિશીલ નેતૃત્વ હેઠલ રાજ્ય સરકારે અનેક પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારે વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઈ રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલા વિવિધ કક્ષાના વીજજોડાણોવાળા ગ્રાહકોની બાકી લેણી રકમ ભરપાઈ કરવામાં રાહત આપતી માફી યોજના-૨૦૧૭ના અમલીકરણની જાહેરાત કરેલ છે. આ અંગે વિગતો આપતા ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ઊર્જા વિભાગ દ્વારા તા. ૨૫.૪.૨૦૧૮ના ઠરાવથી આ યોજનાના અમલીકરણ માટેની જાહેરાત કરવામાં આવેલ છે. જે મુજબ ઘર વપરાશના વીજ ગ્રાહકો જો ઠરાવની તારીખથી ૩ માસની અંદર મૂળ રકમ ભરી દે તો મૂળ રકમમાં ૫૦ ટકા માફી અને વ્યાજ ભરપાઈ કરવામાંથી સંપૂર્ણ માફી અપાશે. ખેતીવાડી ગ્રાહકોને પણ આ જ પ્રકારે જો ૩ માસની અંદર મૂળ રકમ ભરી દે તો મૂળ રકમમાં ૫૦ ટકા માફી અને વ્યાજ ભરપાઈ કરવામાંથી સંપૂર્ણ ભરે તો વ્યાજમાં પુરેપુરી માફી મળશે. આ યોજના તા. ૩૧.૮.૨૦૧૭ કે તે પહેલાના કાયમી ધોરણે બંધ થયેલા તથા જેમની બાકી નીકળતી મૂળ રકમ ૧ કરોડ કે તેથી ઓછી હોય તેવા તમામ વીજ જોડાણોને લાગુ પડશે. જે વીજ જોડાણોના બાકી રકમ માટેના દવાઓ કોર્ટમાં પડતર હોય તેવા વીજ ગ્રાહકોને પણ આ યોજનાનો લાભ મળી શકશે. પરંતુ કોર્ટ દ્વારા ચુકાદો આવી ગયેલ હોય તેવા વીજ ગ્રાહકોને પણ આ યોજનાનો લાભ મળી શકશે પરંતુ કોર્ટ દ્વારા ચુકાદો આવી ગયેલ હોય તેવા વીજ જોડાણો માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહિ તેમજ બે કે તેથી વધુ વખત વીજ ચોરીમાં પકડાયેલ વીજ ગ્રાહકો બિન ગ્રાહકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહિ. આ યોજના તા. ૨૪.૭.૨૦૧૮ સુધી અમલમાં રહેશે. રાજ્યના અંદાજે ૭ લાખ કરતા વધુ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે અને લગભગ ૪૪૩ કરોડથી વધુ રકમની માફી સરકાર આપશે. આ યોજનાને પરિણામે પ્રજાજનોને પોતાના નામે વીજજોડાણ મળશે. કોર્ટમાં કરવામાં આવેલ દિવાની દાવાઓ પાછા ખેંચી લેવામાં આવશે. તેમને પાછલી બાકી રકમની ચુકવણી સરળ હપ્તે કરવાની સવલત મળી શકશે તેમજ આ યોજના હેઠળ બીપીએલ અને નોન બીપીએલ ઘર વપરાશના ગ્રાહકો તેમજ ખેડુતો બાકી વીજ બીલની પુરેપુરી રકમ નહીં પરંતુ ૫૦ ટકા રકમ ભરી જવાબદારીમાંથી મુક્તિ મેળવી શકશે. રાજ્ય સરકારના આ વિજ ગ્રાહકલક્ષી નિર્ણયના કારણે વિજ બિલ ન ભરી શકવાના કારણે કાયમી વિજ જોડાણ કપાઈ ગયેલા ગ્રાહકોને પુનઃ વિજ જોડાણ મેળવવામાં સરળતા રહેશે. ઉર્જામંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કિસાનોને તેમનું વિજ જોડાણ પુનઃ સ્થાપિત થવાથી ખેત ઉત્પાદનમાં વધારો થશે અને તેમની આવક વધતા તેમનું જીવન ધોરણ સુધરશે. અન્ય વર્ગના ગ્રાહકોને ફક્ત મુદલની રકમ ભર્યાથી વિજ જોડાણ મળશે જેથી રાજ્યમાં ઔદ્યોગિક ઉત્પાદન વધશે. ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.

Related posts

कांग्रेस वादे पर कायम नहीं रहेंगी तो खिलाफ जाऊंगा : हार्दिक

aapnugujarat

બિન ખેતી બાદ પ્રિમીયમનું પણ કાર્ય ઓનલાઇન કરાશે

aapnugujarat

માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સોઃ ડાંગમાં ટીવીનું રિમોટ ફાટતા બાળક ઘાયલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1