Aapnu Gujarat
ગુજરાત

માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સોઃ ડાંગમાં ટીવીનું રિમોટ ફાટતા બાળક ઘાયલ

સામાન્ય રીતે માતા પિતા પોતાના નાના બાળકોને ક્યારેક રમવા માટે મોબાઇલ ફોન, ઇલેક્ટરિક રમકડા કે પછી ટીવીના રીમોર્ટ રમવા આપતા હોય છે. પરંતુ આવા માતા પિતા એ જાણતા નથી કે પોતાનું બાળક જે ઇલેક્ટ્રીક વસ્તુ કે રમકડાથી રમી રહ્યા છે તેનાથી તેમના બાળકને જીવનું જોખમ છે.
માતા પિતાની આંખ ઉઘાડતી એક ઘટના ડાંગમાં બની છે. જ્યાં નવ વર્ષનો બાળક ટીવીનું રિમોર્ટ રમતો હતો. તે સમયે રિમોર્ટમાં બ્લાસ્ટ થયો હતો. જેનાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.મળતી માહિતી પ્રમાણે ડાંગના ધોળવહળ ગામમાં નવ વર્ષનો સુરજ ભાગવત પોતના ઘરમાં ટીવીનું રિમોર્ટ રમી રહ્યો હતો.
આ સમયે અચાનક જ ટીવીના રિમોર્ટમાં બ્લાસ્ટ થતાં સુરજના હાથ અને છાતીના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ અંગે પરિવારને જાણ થતાં ૧૦૮ની મદદથી સામગહાન આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં તેની પ્રાથમિક સારવાર થઇ હતી.આમ પોતાના બાળકોને ઇલેક્ટ્રીક વસ્તુઓ રમવા આપતા માતા પિતા માટે આ આંખ ઉઘાડતો કિસ્સો ગણી શકાય.

Related posts

જળ સંકટ..!! ધરોઈ ડેમમાં માત્ર ૩૦ ટકા પાણી

aapnugujarat

૧૦ જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે

editor

બધા જૂના વાહનોમાં ગમે ત્યારે એચએસઆરપી નંખાવી શકાશેઃ વાહનવ્યહાર મંત્રી ફળદુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1