Aapnu Gujarat
ગુજરાત

જળ સંકટ..!! ધરોઈ ડેમમાં માત્ર ૩૦ ટકા પાણી

મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સતલાસણા પાસે આવેલ ધરોઈ ડેમમાં આ વખતે ચોમાસામાં ઓછા વરસાદને કારણે ડેમમાં ૩૦% જ પાણી ભરાયું છે. આથી આવનારા ઉનાળામાં પીવાનાં પાણીની સમસ્યા સર્જાવાની શકયતા સેવાઇ રહી છે.
ધરોઈ ડેમમાં ગયા વર્ષે ૮૫ % પાણીનો જથ્થો એકત્ર થયો હતો. આથી પીવાના પાણી સહિત સિંચાઈમાં કોઈ મુશ્કેલી સર્જાઈ ન હતી. પરંતુ ગત ચોમાસા દરમિયાન ઉત્તર ગુજરાતમાં નહિવત વરસાદ નોંધાતા ડેમમાં માત્ર ૩૦% જ પાણીની આવક થતા પરિસ્થિતિ આવનારા સમયમાં વિકટ બની શકે છે.
કુદરતી રીતે વર્ષ દરમિયાન થતા પાણીના બાષ્પીભવન તેમજ પાણીના હાલના સ્ટોકને ધ્યાનમાં રાખતા હાલ ડેમમાં માત્ર પીવાના પાણીનો જ સ્ટોક હોવાનું ધરોઈ ડેમના સત્તાધીશો જણાવી રહ્યાં છે.
ગત ચોમાસા દરમિયાન ધરોઈ ડેમમાં વરસાદની અછતને કારણે ૩૦% જ પાણી એકત્રિત થયું છે. આમ વર્ષ દરમિયાન પીવાના પાણીને જોતા હાલનો સ્ટોક માત્ર પીવાના પાણીનો જ હોવાથી હાલ પીવાના પાણીમાં ૪૦ %નો શિયાળાને ધ્યાનમાં રાખી કાપ મૂકવામાં આવ્યો છે.
સાથે સાથે સિંચાઈ માટે તો કેનાલમાં પાણી બંધ જ કરવામાં આવ્યું છે. ધરોઈ ડેમના અધિકારીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે ધરોઈ ડેમમાં હાલ નો ૩૦% પાણીનો જથ્થો માત્ર વર્ષ દરમિયાન પરાણે ચાલે એટલો જ છે.
તેમજ તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી કેનાલમાં છોડવાની સૂચના અપાશે તો પીવાના પાણીમાં આવનારા સમયમાં સમસ્યા સર્જાય શકે છે. આથી ચોક્ક્‌સ પણે ધરોઈ ડેમમાં પાણીની હાલની પરિસ્થિતિ જોતા આવનારા સમયમાં સમસ્યા સર્જાવવાની ભીતિ સેવાઇ રહી છે. સાથે સાથે ખેડૂતો માટે પણ સિંચાઈનું પાણી નહિ મળે તો તેમની પણ હાલત કફોડી થશે એમાં પણ કોઈ બે મત ના કહી શકાય.

Related posts

રાજ્યમાં રસીકરણ મામલે નથી કોઈ વ્યવસ્થા

editor

पीएमओ से खुलासा करने का केस : जिग्नेश मेवाणी की अग्रिम जमानत कोर्ट ने खारिज की

aapnugujarat

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કેર જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1