Aapnu Gujarat
ગુજરાત

બધા જૂના વાહનોમાં ગમે ત્યારે એચએસઆરપી નંખાવી શકાશેઃ વાહનવ્યહાર મંત્રી ફળદુ

અમદાવાદ સહિત ગુજરાતભરના વાહનચાલકો ખાસ કરીને જૂના વાહનો ધરાવતા વાહનચાલકો માટે રાજય સરકાર તરફથી આજે રાહતભરી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, જૂના વાહનોમાં હવે ગમે ત્યારે એચએસઆરપી નંખાવી શકાશે. વાહનચાલકોએ ટેન્શન લેવાની જરૂર નથી. સરકાર દ્વારા તેઓને એચએસઆરપી લગાવવા માટેનો પૂરતો સમય આપશે. ખુદ રાજયના વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, જુના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ નાખવાની કોઈ અંતિમ તારીખ નથી. આ પ્રક્રિયા તા. ૩૦ એપ્રિલ બાદ પણ ચાલુ જ રહેશે. ફળદુએ સ્પષ્ટ કર્યું હતું કે, સુપ્રીમ કોર્ટે તમામ વાહનોમાં એચએસઆરપી લગાવવા માટે કોઈ અંતિમ તારીખ આપી જ નથી. અગાઉ સરકાર દ્વારા તા.૩૦મી એપ્રિલ સુધી જૂના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદત લંબાવાઇ હતી, જેનો આજે છેલ્લો દિવસ હતો. સરકાર દ્વારા અગાઉ જાહેર કરાયું હતું કે, તા. ૩૦ એપ્રિલ સુધી એચએસઆરપી નહીં નખાવનારા પાસેથી ૫૦૦ રુપિયા દંડ લેવાશે. જો કે, આજે રાજયના વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ એચએસઆરપી મુદ્દે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે કયાંય એવું નથી કહ્યું કે, આ મહિનાના અંત સુધીમાં એચએસઆરપી લગાવવાનું કામ પૂર્ણ કરી દો. દેશના સાત રાજ્યોમાં નંબર પ્લેટો બદલવાનું કામ બાકી છે અને આ તમામ રાજ્યોમાં નંબર પ્લેટ બદલવાની કામગીરી ચાલી જ રહી છે. કોર્ટે એવું સ્પષ્ટ નથી કર્યું કે ચોક્કસ સમયમાં આ કામ પૂરું કરવું. કોર્ટે એટલું ચોક્કસ કહ્યું છે કે એક પ્રોગ્રામ બનાવી તે અંતર્ગત એચએસઆરપી લગાવવાનું કામ પૂર્ણ કરો. ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગે તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૭ પહેલા તમામ જુના-નવા વાહનોમાં એચએસઆરપી ફરજિયાત બનાવવાનો આદેશ કર્યો હતો, અને આ નિયમનું પાલન ન કરનારા પાસેથી ૫૦૦ રુપિયા દંડ લેવાશે તેવી જાહેરાત પણ કરાઈ હતી.
જો કે, એ પછી એચએસઆરપી નંખાવવા માટે આરટીઓમાં જબરજસ્ત ધસારો થતાં આ ડેડલાઈનને ક્રમશઃ લંબાવવામાં આવી હતી. અમદાવાદ સહિતના મોટાભાગના જિલ્લાઓમાં હજુ સુધી લાખો જુના વાહનોમાં એચએસઆરપી નાખવાની બાકી છે. સરકારે આ કામગીરી ઝડપથી પૂરી કરવા માટે ડીલરોને પણ તેમાં જોતર્યા હતા, પરંતુ કોઈ સ્પષ્ટ સૂચનાના અભાવે ડીલરો દ્વારા આ કામગીરી સરળ નહોતી બની શકી. બીજીબાજુ, ડીલરો અને એજન્ટો એચએસઆરપી નાંખવા માટે વધુ પૈસા પડાવતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી હતી. આજે તા.૩૦ એપ્રિલે એચએસઆરપી લગાવવાની છેલ્લી તારીખ હોવાથી લોકોમાં ભારે અસમંજસતા પ્રવર્તતી હતી કે, સરકાર છેલ્લી તારીખ લંબાવશે કે કેમ ? જો કે, ખુદ વાહનવ્યવહાર મંત્રીએ જ આજે જાહેર કર્યું હતું કે, એચએસઆરપી લગાવવાની કોઈ છેલ્લી તારીખ છે જ નહીં.

Related posts

अहमदाबाद में उल्टी-दस्त के ९६७ केस

aapnugujarat

ભીલાપુર ગામ નજીકથી ગાયો ભરેલી ટ્રક ઝડપાઈ

editor

नारणपुरा क्षेत्र में चोर १५ तोला आभूषण, नकद रकम चुराकर ले गये

aapnugujarat

Leave a Comment

UA-96247877-1