Aapnu Gujarat
ગુજરાત

જમીન મહેસુલી કાયદાના સુધારાના નિયમ અમલમાં

રાજયના મોટાભાગના ગ્રામ, નગર અને શહેરોની આજુબાજુ સુચિત સોસાયટી કે નોંધાયેલી સોસાયટીઓમાં વસવાટ કરતા લોકોના નામે મકાનો કાયદેસર ન થાય હોય, મહેસુલી ટાઆઈટલ પ્રાપ્ત ન થયું હોય તેઓને મહેસુલી ટાઈટલ પ્રાપ્ત થાય અને સુચિત સોસાયટીઓમાં વસવાટ કરતા રહીશોના નામે તેમનો ભોગવટો કાયદેસર થાય તે માટે મહેસુલ વિભાગે ગુજરાત જમીન મહેસુલ કાયદો ૧૮૭૯માં કરેલા ઐતિહાસિક સુધારાના નિયમો અમલમાં મુક્યા છે. રાજય સરકારના આ નિર્ણયને અતિ મહત્વનો અને ઐતિહાસિક લેખાવતા મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નવા અમલી બનનાર આ નિયમો સુચિત સોસાયટીઓમાં વસવાટ કરતા રહીશોને માર્ગદર્શનરૂપ બનશે ઉપરાંત આવા વસવાટ કરનારાઓને તેમના શાંત અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની, મકાન હેઠળની જમીનનું મહેસુલી ટાઈટલ પ્રાપ્ત કરવાની તક મળશે તેવી આશા વ્યક્ત કરી છે. આ નિયમો જે સુગઠીત કરવામાં આવ્યા છે તેમાં ગામ, નગર, શહેર તથા પરિવર્તનીય વિસ્તારોની ઘરથારની હદ નક્કી કરવા સંબંધિત કલેકટરે કઈ રીતે દરખાસ્ત કરવી, કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો, રાજય સરકાર ધ્વારા દરખાસ્તને અનુમતિ આપ્યા બાદ કલેકટર ધ્વારા પુરક મહેસુલ સેટલમેન્ટ કરવા સારુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવું, રાજય સરકાર ધ્વારા પુરક મહેસુલ સેટલમેન્ટની કાર્યવાહી કરવા માટે અધિકૃત મહેસુલી અધિકારીની નિમણુક કરવી, અધિકૃત મહેસુલી અધિકારી ધ્વારા પરિવર્તનીય વિસ્તારમાં પુરક મહેસુલી સેટલમેન્ટની કાર્યવાહીના ભાગરૂપે જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવી, વ્યક્તિગત નોટીસ પ્રસિધ્ધ કરવી તેમજ વાંધા મંગાવતી નોટીસ પ્રસિધ્ધ કરી, દાવા હેઠળની જમીનના સમર્થનમાં જે પુરાવા રજુ કરેલ છે તેની યથાર્થતા તપાસી દાવો મંજુર કરવો કે નહી તેનો નિર્ણય કરવા બાબત, દાવો મંજુર કર્યેથી દાવેદારને દાવા પ્રમાણપત્ર ઈસ્યું કરવું વગેરેનો સમાવેશ થાય છે. દાવા પ્રમાણપત્રમાં જણાવેલ માંડવાળ ફી ભરવા માટેની જોગવાઈ, પ્રિમીયમની રકમ અને અન્ય સરકારી લેણાંની રકમ વગેરે જેવી નિયમાનુસાર ભરવાપાત્ર ફીની રકમ સાથે દાવેદારનું નામ રજીસ્ટર ઓફ મ્યુટેશનમાં દાખલ કરવાની કાર્યવાહી, જો દાવેદાર તરફથી ૯૦ દિવસની સમયમર્યાદામાં તમામ સરકારી લેણાં ભરપાઈ કરવામાં આવે તો અધિકૃત મહેસુલી અધિકારી ધ્વારા દાવેદારની તરફેણમાં ના લેણાં પ્રમાણપત્ર ઈસ્યુ કરવાની કાર્યવાહી, તે આધારે દાવેદારનું નામ રજીસ્ટર ઓફ રેકર્ડ ઓફ રાઈટસમાં દાખલ કરવાની કાર્યવાહી વગેરે બાબતોની પધ્ધતિ, કાર્યપધ્ધતિ વગેરે સુચવતા નિયમો નિશ્વિત કરવામાં આવેલ છે.
ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજયના મોટાભાગના ગામ, શહેરોની આજુબાજુ સુચિત સોસાયટીઓ અને નોંધાયેલ સોસાયટીના નામે તેમજ ખાનગી વ્યક્તિઓના નામે ખાનગી માલીકીની ખેતીની જમીનો ઉપર રહેણાંકના મકાનો બનાવવાની પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં થઈ છે.

Related posts

राइट टू एज्यूकेशन एक्ट का अमल नहीं होने पर हाईकोर्ट ने राज्य सरकार और निजी स्कूलों को फटकार

aapnugujarat

વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માણતાં છ પકડાતાં ચકચાર

aapnugujarat

इंटरनेशनल बुद्धिस्ट कॉन्फ्रेंस गुजरात में १७ से २३ सितंबर के बीच : कॉन्फ्रेंस में भाग लेने पहुंचे बुद्धिस्ट संतों- मोन्क्स के साथ मुख्यमंत्री की मुलाकात  

aapnugujarat

Leave a Comment

UA-96247877-1