Aapnu Gujarat
ગુજરાત

નિમણૂંકપત્ર એનાયત કરવાના કાર્યક્રમ : રિવરફ્રન્ટ ઉપર પોલીસ જવાનો જાહેરમાં પેશાબ કરતા દેખાયા

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે મુખ્યમંત્રીના હસ્તે લોકરક્ષક સહિતના પોલીસ જવાનોને નિમણૂંકપત્ર આપવા અંગેના યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન ભારે અવ્યવસ્થા અને અરાજકતા સર્જાઇ હતી. એટલે સુધી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનની ધજ્જિયાં ઉડી હતી તો, જે રિવરફ્રન્ટ પર વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ સાથે ડીનર લીધું હતું એ જ રિવરફ્રન્ટ પર આજે પોલીસ જવાનો અને કર્મચારીઓ જાહેરમાં ખુલ્લેઆમ પેશાબ કરતાં જોવા મળ્યા હતા. જાહેરમાં શૌચાલય અને પેશાાબ નહી કરવાની વડાપ્રધાન મોદીની ઝુંબેશને શરમાવે તેવા વરવા દ્રશ્યો આજે સાબરમતી રિવરફ્રન્ટ પર જોવા મળ્યા હતા. ખુદ પોલીસતંત્રની ગરિમા આજના કાર્યક્રમ દરમ્યાન ઝંખવાઇ હતી. રાજયના પોલીસ તંત્રમાં નિમણૂંક પામનાર લોકરક્ષક સહિતના પોલીસ જવાનોને આજે નિમણૂંક પત્ર આપવાનો કાર્યક્રમ આજે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયો હતો. રાજયભરના દૂર-દૂર અને આંતરિયાળ વિસ્તારમાંથી પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ કાર્યક્રમમમાં ભાગ લેવા અને નિમણૂંક પત્ર સ્વીકારવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. અમ્યુકો સહિતના સંબંધિત સત્તાવાળાઓ દ્વારા રિવરફ્રન્ટ પર પેશાબ-શૌચાલય માટે કામચલાઉ હરતાફરતા શૌચાલય અને પેશાબખાનાની વ્યવસ્થા કરી હતી, પરંતુ તે વ્યવસ્થા અપૂરતી બની રહી હતી. હજારોની સંખ્યામાં ઉમટેલા પોલીસ જવાનો કે જેમાં મહિલા અને પુરૂષ બંને કર્મચારીઓ હતા. હરતાફરતા શૌચાલય સહિતની વ્યવસ્થામાં લાંબી લાઇનો અને ટોળા જોઇને સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓ રિવરફ્રન્ટ પર જાહેરમાં ખુલ્લામાં જ બિન્દાસ્ત રીતે પેશાબ કરતા જોવા મળ્યા હતા. જે નૈતિકતા અને શિસ્તબધ્ધતાના પોલીસતંત્રમાં શપથ લેવાય છે તે જ પોલીસતંત્રના પોલીસ જવાનો નિમણૂંક વખતે જ શિસ્તતા અને નૈતિકતાના જાહેરમાં લીરેલીરા ઉડાડતા જોવા મળ્યા હતા. ખુદ પોલીસ જવાનોના જાહેરમાં પેશાબ કરતાં દ્રશ્યોને પગલે રાજય પોલીસતંત્રની ગરિમા આજે જાણે જાહેરમાં હણાઇ હતી. આટલુ ઓછું હોય તેમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનની પણ આજે ધજ્જિયાં ઉડી હતી, ખુદ પોલીસ જવાનો અને કર્મચારીઓ પાન-મસાલા, ગુટખા તેમ જ ફુડપેકેટ ખાઇને જાહેરમાં ખુલ્લેઆમ કચરો નાંખતા જોવા મળ્યા હતા. પાણીની બોટલો અને પાઉચનો કચરો પણ ખુલ્લેઆમ જાહેરમાં ફેંકાયેલો નજરે પડતો હતો. જેના કારણે મોદીનું સ્વચ્છતા અભિયાન પણ ઝંખવાયું હતું. રિવરફ્રન્ટ બનાવને લઈને લોકોમાં ચર્ચાઓ જોવા મળી હતી.

Related posts

સુરતમાં ફાયર સેફટીની બેદરકારી બદલ ૩૨ હોસ્પિટલો સીલ

editor

10 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે

aapnugujarat

વડોદરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટને લઈ ખેડૂતો સાથે મિટીંગ તોફાની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1