Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી ફેબ્રુઆરી સુધી ૫૦થી વધુ રેલી કરશે

વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે ચાર વર્ષ કામ અને પાંચમા વર્ષે રાજનીતિ. ઁસ્ મોદીએ આ નિવેદનના આધારે લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં જોડાય ગયાં છે. ભાજપે વિધાનસભા અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાબડતોડ રેલીઓ આયોજિત કરી છે. ભાજપનો પ્લાન છે કે વર્ષ ૨૦૧૪ની જેમ જ ટીવી સ્ક્રીન પર માત્ર મોદી જ નજરે પડે. કાર્યક્રમ મુજબ આગામી ફેબ્રુઆરી સુધી પીએમ મોદી ૫૦થી વધુ રેલીઓ કરશે. આ રેલીઓમાં તેઓ ૧૫૦ સંસદીય ક્ષેત્રોને કવર કરશે. જેનો પ્રારંભ તેઓએ પંજાબના મુક્તસરમાં ખેડૂત રેલી સંબોધિત કરીને કર્યો છે.
૨૦૧૯ લોકસભા ચૂંટણી અને મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનામાં રાખીને ભાજપે અત્યારથી જ કમર કસી છે. કેન્દ્ર અને અન્ય રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાવવા વડાપ્રધાન મોદી ફેબ્રુઆરી સુધીમાં ૫૦ જેટલી રેલીઓ સંબોધિત કરશે.
જે અંતર્ગત તેઓ ૨૧ જુલાઈએ યુપીના શાહજહાંપુર જશે. જે બાદ બંગાળના મિદનાપુર, કર્ણાટક અને ઓરીસ્સામાં ખેડૂત રેલીઓને સંબોધિત કરશે.
પીએમ મોદી ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ દેશભરમાં ૫૦-૫૦ રેલીઓ કરશે. આ રેલીઓની મદદથી ભાજપે બેથી ત્રણ સંસદીય ક્ષેત્રોને કવર કરવાની યોજના બનાવી છે.
આ રેલીઓની મદદથી પાર્ટીના નેતા સરકારના કામકાજની ચર્ચાં કરશે અને ચૂંટણી માટે કાર્યકર્તાઓને પણ તૈયાર કરશે. પાર્ટીના એક નેતાના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પહેલાં ભાજપ ૨૦૦ રેલીઓની મદદથી ઓછા ઓછા ૪૦૦ લોકસભા ક્ષેત્રોને કવર કરી ચુક્યું હશે.
પાર્ટી નેતાઓએ જણાવ્યું કે આ ૫૦ રેલીઓ ઉપરાંત મોદી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ રેલીઓ સંબોધીત કરશે કે જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવવાની છે.

Related posts

भ्रमित विज्ञापनों के लिए ब्रांड एम्बैसडर को जेल हो : कैट

aapnugujarat

મમતા દીદી પોતાના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે : શાહ

editor

પ્રવાસીની સુરક્ષાના મુદ્દે કોઇ બાંધછોડ નહીં કરાય : કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1