Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ

મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં રેકોર્ડ ગતિ વધારો થઇ રહ્યો છે. અલીબાબા ગ્રુપના સ્થાપક જેકમાને પાછળ છોડીને મુકેશ અંબાણી તેમનાથી આગળ નિકળી ગયા છે. રિલાયન્સ ભારતના બજારમાં ઇ-કોમર્સને વધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં ઇ-કોમર્સના ક્ષેત્રમાં પણ પ્રભુત્વ જમાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની આક્રમક તૈયારી રહેલી છે. રિફાઈનિંગથી લઇને ટેલિકોમ સુધીના ક્ષેત્રમાં પ્રભાવ ધરાવનાર અને કંપનીના ચેરમેન અંબાણીની સંપત્તિ આજે ૪૪.૩ અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની સંપત્તિ૧.૬ ટકા વધીને રેકોર્ડ ૪૪.૩ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે જ્યારે જેકમાની સંપત્તિ હાલમાં ૪૪ અબજ ડોલર છે. આ વર્ષે રિલાયન્સની સંપત્તિમાં ચાર અબજ ડોલર ઉમેરાઈ ગયા છે. રિલાયન્સે પેટ્રોકેમિકલ્સની ક્ષમતાને વધારી દીધી છે. જીઓ શરૂ કરવાની સાથે જ રોકાણકારોનું આકર્ષણ આ દિશામાં વધી ગયું છે. રિલાયન્સે પોતાના ૨૧ કરોડ દૂરસંચાર ગ્રાહકોને એમેઝોન અને વોલમાર્ટ મારફતે ઇ-કોમર્સની સુવિધા આપવાની યોજના તૈયાર કરી લીધી છે. ૨૦૧૮માં અલીબાબાના જેકમાને ૧.૪ અબજ ડોલરનું નુકસાન થયું હતું. અંબાણીના મોટા પ્રોજેક્ટ ચલાવવા માટે ઓળખવામાં આવે છે. જામનગરના રિફાઇનિંગ કોમ્પ્લેક્ષની બાબત તમામમાં જાણીતી રહી છે. ભારતના સૌથી મોટા મોબાઇલ ડેટા નેટવર્ક માટેની ક્રેડિટ પણ મુકેશ અંબાણીને જાય છે.
અંબાણીએ એક મિટિંગમાં કહ્યું હતું કે, ૨૦૨૫ સુધી રિલાયન્સનું નેટવર્ક બે ગણુ થઇ જશે.
જીઓ ઓગસ્ટમાં ૧૧૦૦થી વધુ શહેરોમાં ફાઇબર આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારીમાં છે. રિલાયન્સે એક દશકના લાંબા ગાળા બાદ ૧૦૦ અબજ ડોલરના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. રિલાયન્સ જીઓએ નાની કંપનીઓને તો બજાર છોડી દેવાની ફરજ પાડી છે અથવા તો મર્જ થઇ જવા માટેની ફરજ પાડી છે. ૨૦૦૨માં ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ ગ્રુપનું નેતૃત્વ મુકેશ અને અનિલ અંબાણીના હાથમાં આવ્યું હતું. ૨૦૦૫માં બંને ભાઈઓની કંપનીઓ જુદી જુદી થઇ ગઇ હતી. અંબાણીએ હાલમાં જ કહ્યું હતું કે, જુદા જુદા ક્ષેત્રોમાં તેમની કંપની આગળ વધવાની ઇચ્છા ધરાવે છે. જીઓના પરિણામ સ્વરુપે રિલાયન્સની બોલબાલ અનેકગણી વધી ગઈ છે.
રિલાયન્સ માટેના પ્રવક્તાએ હાલના સંદર્ભમાં કોઇ વાત કરી નથી પરંતુ જેકમાને પાછળ છોડી દેવાને લઇને તમામમાં ચર્ચા જોવા મળી રહી છે. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં મુકેશ અંબાણી પહેલાથી જ સ્થાન મેળવી ચુક્યા છે. હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે પણ ઉભરી આવ્યા છે.

Related posts

कुपवाड़ा में पाक. सेना ने फिर तोड़ा संघर्ष विराम, एक जवान शहीद

aapnugujarat

કર્મીઓની પેન્શન બે ગણી કરવા પર વિચારણા જારી

aapnugujarat

बिहार में चमकी बुखार का कहर जारी अब तक २३ बच्चों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1