Aapnu Gujarat
ગુજરાત

ટેલિફિશિંગનો શિકાર બન્યો સુરતનો વેપારી, કૌન બનેગા કરોડપતિમાંથી આવ્યો ફેક કોલ

સુરતના નાના વરાછાની સરીતાસંગમ સોસાયટીમાં મયૂર ચંદુભાઇ દેસાઇ તેમના પરિવાર સાથે રહે છે. અમરેલી જિલ્લાના ચિત્તડ ગામના વતની મયૂરભાઇને લેસપટ્ટીનું કામ કરે છે. ગત ૨૬મી તારીખે તેમને અજાણ્યાનો કોલ આવ્યો હતો. કોલરે મયૂરભાઇને અભિનંદન આપતાં તેઓ કૌન બનેગા કરોડપતિ ગેમ શોમાં લક્કી વિજેતા બન્યા હોવાની વાત કરી હતી. ઇનામ મળ્યાનું સાંભળી મયૂરભાઇએ અજાણ્યા કોલરને રિસ્પોન્સ આપ્યો હતો. ત્યારબાદ એ શખ્સે તેમને વાતોમાં લપેટયા હતા. કૌન બનેગા કરોડપતિના લક્કી ડ્રોમાં ૨૫ લાખનું ઇનામ લાગ્યાની વાત મયૂરભાઇને કહેવાઈ હતી.
તેમની પાસે ફોટો અને એકાઉન્ટ નંબર માંગવામાં આવ્યો હતો. આ માહિતી મોકલાતાં સામેથી અમિતાબ બચ્ચનની સહી સાથે ફોટા અને એક્સિસ બેન્કના ચેકની ઇમેજ મોકલાઇ હતી. ૨૫ લાખના ચેકની ઇમેજ મળતાં જ ઇનામની રકમ ક્લેઇમ કરવા માટેની પ્રોસિઝર સમજાવવામાં આવી હતી. તેઓએ પ્રોસિઝરના ભાગરૂપે ઇનામ મેળવતાં પહેલા કેટલીક રકમ બેન્કમાં ભરવી પડશે એવું કહેવાયું હતું. બેન્કમાં પૈસા ભરવાની વાત આવતાં મયૂર દેસાઇને વધુ વિશ્વાસ બેઠો હતો. મનિષ સહાની નામ જણાવનાર કોલરે સ્ટેટ બેન્કનો એકાઉન્ટ નંબર આપી ક્લેઇમના પૈસા જમા કરવા કહ્યું હતું.
મયૂરભાઇએ રૂપિયા જમા કરાવ્યા એટલે મુકેશ કુમારનો કોલ આવ્યો હતો. તેણે પ્રોસિઝર ફી, ટેક્સ અને રિફંડની વાત કરી બીજો એકાઉન્ટ નંબર આપી રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. આ રીતે વારાફરતી અભિષેક, રેહના, ગીડિયા તિવારી, સુભોય દાસ, વિશ્વજીત દાસ અને બ્લીસ્ટર શર્મા એમ સાત જણાના બેન્ક એકાઉન્ટમાં કુલ ૪,૧૬,૦૦૦ રૂપિયા મયૂરભાઇ પાસે જમા કરાવાયા હતાં.આ રીતે વાતોમાં ભોળવી મયૂરભાઇ પાસે ટોળકી પૈસા પડાવતી ગઇ હતી. જુદી જુદી પ્રોસિઝરના નામે રૂપિયાની અવારનવાર માંગણી કરાતાં મયૂરભાઇને શંકા ગઇ હતી. પોતાની સાથે ચીટિંગ થયાનો અહેસાસ થતાં તેમણે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ આપી હતી. કોલ કરનારા અને જેમાં રૂપિયા જમા થયા એ એકાઉન્ટ હોલ્ડર્સ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

નહેરૂ યુવા કેન્દ્ર – નર્મદા દ્વારા આયોજિત ૧૫ દિવસીય ઇન્ડક્શન તાલીમ શિબિરનો રાજપીપલા ખાતે ઉદઘાટન સમારોહ યોજાયો

aapnugujarat

ભાજપા પ્રદેશ અધ્યક્ષ વાઘાણીએ વિદેશી વસ્તુઓનો ઉપયોગ ટાળવા કરેલી અપીલ

editor

આવતીકાલે બીજા ચરણણું મતદાન : અમદાવાદની ૧૬ સીટ સહિત શહેરી ગઢ પર નજર કેન્દ્રિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1