Aapnu Gujarat
ગુજરાત

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વિશ્વ જનસ્થિરતા પખવાડીયા અંતર્ગત શિબીરનું આયોજન

વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રા.આ.કેન્દ્ર મણીપુરાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ જનસ્થિરતા પખવાડીયાની ઉજવણી અંતર્ગત વલાણા ખાતે ગૂરુ શિબરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ સહિતના ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આસીસ્ટન્ટ આરડીડી અમદાવાદ ડો.સતિશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, મેડીકલ ઓફિસર ડો રવિન્દ્રસિંહ વાઘેલા, નીલકંઠ વાસુકીયા, મીના જયસ્વાલ, અલ્પેશ શ્રીમાળી, એ બી પટેલ સહિત આશા બહેનોએ જહેમત ઉઠાવી હતી.

આસીસ્ટન્ટ આરડીડી અમદાવાદ ડો.સતિશ મકવાણાએ જણાવ્યુ હતુ કે, વિશ્વ જનસ્થિરતા પખવાડિયા માટે “ ઉજ્વળ આવતીકાલની શરૂઆત, કુટુંબ નિયોજનની સાથ” સુત્ર આપવામાં આવ્યુ છે. હાલના સંજોગોમાં દરેક બાળકને ગુણવત્તા સભર જીવન પુરૂ પાડવા માટે નાણાંકીય તથા પારિવારિક સમયબધ્ધ આયોજન ખુબ જ જરૂરી છે. બાળકનો ઉત્તમ ઉછેર માત પિતાની કાળજી ભરી માવજત માંગી લે છે. જેથી દરેક દંપતિએ પોતાના બાળકના વિકાસ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે સમયબધ્ધ આયોજન કરવું ખુબ જ જરૂરી બને છે. વસ્તી નિયંત્રણએ હાલના સંજોગોમાં તાતી જરૂરીયાત છે. વધતિ જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે દરેક લક્ષીત દંપતિ કુટુંબ નિયોજન આપનાવે તે ખુબ જ જરૂર છે. કુટુંબ નિયોજન માટેની તમામ સુવીધાઓ વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ છે.

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- અમિત શાહ

Related posts

શહેરીજનો ઈ-વેસ્ટ નિકાલ મામલે ઉદાસીન : હેવાલ

aapnugujarat

કરણેટ ગામનાં લોકોએ રેત માફિયા સામે હલ્લાબોલ કર્યું

editor

અનેક અપેક્ષા વચ્ચે મોદી આજે ગુજરાત ગૌરવ મહાસંમેલનને સંબોધશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1