Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલયાત્રી ધ્યાન દે : હવે કન્ફર્મ ટિકિટ પર પરિવારનો અન્ય વ્યક્તિ મુસાફરી કરી શકશે

ઈન્ડિયન રેલવે સાથે જોડાયેલા એવા નિયમો છે જેનાથી અત્યાર સુધી કરોડો રેલયાત્રિકો અજાણ છે. વર્ષ ૧૯૯૦માં રેલવે સાથે જોડાયેલો એક નિયમ એવા યાત્રિકોને સગવડ આપે છે જેમણે કોઈ કારણવશ પોતાની મુસાફરી રદ કરવી પડે છે અથવા તો પોતાની જગ્યાએ અન્ય કોઈ મુસાફરને યાત્રા પર મોકલવા માગે છે. આ નિયમમાં ૧૯૯૭ અને ૨૦૦૨માં બે વખત સંશોધન થઈ ચૂક્યું છે.
ક્યારેક-ક્યારેક એવું થાય છે કે જ્યારે લોકો પાસે રેલવેની કન્ફર્મ ટિકિટ હોય છે પરંતુ કોઈ કારણવશ તેણે યાત્રા રદ કરવી પડે છે એવામાં જો તેઓ પોતાની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને મોકલવા માગે છે તો તે પોતાની પાસે રહેલી ટિકિટ જે તે વ્યક્તિના નામે ટ્રાન્સફર કરાવી શકે છે. જો કે આ પ્રક્રિયા માટે ૪૮ કલાકનો સમય નિર્ધિરિત કરવામાં આવ્યો છે.
ઈન્ડિયન રેલવેના જણાવ્યા અનુસાર સ્ટેશનોના મુખ્ય રિઝર્વેશન અધિકારીને રેલવે તંત્ર તરફથી ટિકિટ ટ્રાન્સફર કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. તેઓ કોઈ સીટ અથવા બર્થ પર યાત્રા કરનારા યાત્રિકના નામમાં ફેરફાર કરી શકે છે.
જો કન્ફર્મ ટિકિટવાળો વ્યક્તિ સરકારી કર્મચારી છે તો તેને ટ્રેન ઉપડયાના ૨૪ કલાક પહેલા સુધી ટ્રાન્સફર માટે લેખિતમાં અરજી આપવી પડશે.
જો કે આ ટિકિટ માત્ર પારિવારિક સભ્યોને જ ટ્રાન્સફર કરી શકે ચે જેમાં કે માતા-પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પતિ અને પત્નીનો સમાવેશ કરવામાં આવ્યો ચે. આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિને આ ટિકિટ ટ્રાન્સફર કરી શકાશે નહીં. જો કે આ માટે ટિકિટ હોલ્ડરે ટ્રેન ઉપડયાના ૨૪ કલાક પહેલા લેખિતમાં અરજી આપવી પડશે.
જો કે કન્ફર્મ ટિકિટ પર મુસાફરી ન કરી શકવાની સ્થિતિમાં જે તે મુસાફર વિદ્યાર્થીને ટિકિટ ટ્રાન્સફર કરી શકશે. આ માટે તેણે ટ્રેન ઉપડયાના ૪૮ કલાક પહેલા અરજી કરવાની રહેશે.
જ્યારે કોઈ ગ્રુપમાં મુસાફરી કરવાના છે અને અચાનક તેનો પ્રોગ્રામ કેન્સલ થઈ જાય તો ૪૮ કલાક પહેલા અરજી કરી તેઓ પોતાની ટિકિટ કોઈ અન્યના નામે ટ્રાન્સફર કરાવી શકે છે.
નેશનલ ક્રેડિટ કોરના સભ્ય પણ આ સુવિધાનો લાભ મેળવી શકે છે. તેઓ ૨૪ કલાક પહેલા (ટ્રેન ઉપડયાના) અરજી કરી પોતાની ટિકિટ અન્ય કોઈ વ્યક્તિના નામે ટ્રાન્સફર કરાવી શકે છે.

Related posts

જનધન ખાતા હવે સરકારની સમસ્યા બન્યા છે : અહેવાલ

aapnugujarat

યુપીએએ રાફેલ સોદાને તોડી નાખ્યો હતો જ્યારે તેમને ખબર પડી કે તેઓ તેનાથી પૈસા કમાવી શકશે નહીં…

aapnugujarat

Orange alert for Mumbai, Thane and Palghar for heavy rains : IMD

editor

Leave a Comment

UA-96247877-1