Aapnu Gujarat
Uncategorized

ભાવનગરમાં એસીનું કોમ્પ્રેસર ફાટતાં યુવાનનું મોત

મોત કોનું કઈ જગ્યા પર લખ્યું છે તે કોઈને ખબર નથી હોતી, કોઈ પણ સમયે કઈ પણ પ્રકારનો અકસ્માત નિમિત બને અને માણસના જીવનનું પ્રાણ પંખેરૂ ઉડી જાય. આવી જ એક અકસ્માતની ઘટના ભાવનગરથી સામે આવી છે. અહીં રહેણાંક મકાનમાં એસી રિપેરિંગ માટે ગયેલ યુવાનનું કમ્પ્રેસર ફાટતા મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક કારીગર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ એક રહેણાંક મકાનમાં છેલ્લા એક-બે દિવસથી એસી કોઈ કારણસર બગડ્યું હતું, જેને રિપેર કરાવવા માટે મકાન માલિકે કારીગર બોલાવ્યા હતા. કારીગર દ્વારા એસીનું ચેકિંગ કરતા સમયે અચાનક કોમ્પરેશરમાં બ્લાસલ્ટ થતાં એક કારીગરનું તો ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું, જ્યારે અન્ય બીજો કારીગર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં, તેને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
એસી રિપેરિંગ સમયે અચાનક કોમ્પરેસરમાં બ્લાસ્ટ થતાં, મકાન માલિક સહિત આજુ બાજુમાં રહેતા પાડોસીઓ પણ ગભરાઈ ગયા હતા, ધડાકો એટલો જબરદસ્ત હતો કે પુરી સોસાયટીમાં તેનો અવાજ સંભળાયો હતો, લોકો કઈ સમજે તે પહેલા જ એક કારીગરે તો સ્થળ પર જ દમ તોડી દીધો, જ્યારે અન્ય કારીગર ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેને ૧૦૮ની મદદથી સિવિલ હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો. આ મુદ્દે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, ત્યારબાદ ઘાયલ યુવાન પાસે નીવેદન લેવા માટે પહોંચી હતી. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે મુદ્દે માહિતી લઈ પોલીસ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

Related posts

જુનાગઢ જિલ્‍લામાં સભા સરઘસબંધી

aapnugujarat

મંત્રી બન્યા બાદ પ્રથમ વખત વાસણ આહિર સોમનાથ મહાદેવના દર્શને

aapnugujarat

ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણનું ભાજપમાંથી રાજીનામું, કોંગ્રેસને જીતાડવાનું કર્યું આહવાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1