Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદ્દેપુરમાં ખેડૂતોની હાલત દયનીય

છોટાઉદ્દેપુરના અનેક ખેડૂતોની હાલત એવી છે કે આ વખતે તેઓ ચોમાસમાં પાક લઇ શકે તેવી સ્થિતીમાં નથી. કેમકે સિંચાઇ માટેની યોજના જે તેમની સુવિધા બનાવાની હતી.તે હવે દુવિધા બની ગઇ છે. ખેતરોમાં મસમોટા ખાડા છે. ખાડાની માટીના ઢગલાથી કેટલાય ખેડૂતોની જમીન રોકાયેલી છે. કોઇક જગ્યાએ તો પાઇપો પણ ખેતરોમાં જ પડેલી છે.
ખેડૂતોને આશા હતી કે સિંચાઇના પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થશે તો તેઓને સિંચાઇનો લાભ મળશે.પરંતુ બન્યુ છે એવું કે પહેલેથી જ ગોકળગાય ગતિએ ચાલી રહેલુ કામ હવે સાવ બંધ થઇ ગયું છે. અને હવે સ્થિતી એવી આવી છે કે અમુક ખેડૂતો આ ખાડાના કારણે તેમના ખેતરમાં પણ જઇ શકતા નથી. જેથી આ વખતે ચોમાસમાં ખેડૂતો પોતાની જમીન પર પાક ન લઇ શકે તેવી સ્થિતી સર્જાઇ છે.
છોટા ઉદ્દેપુર નર્મદા અને વડોદરામાં નર્મદા નિગમ દ્વારા ૧૭૧ કરોડની ખર્ચે ૧૦ હજાર હેકટર જમીનમાં સિંચાઇનું પાણી મળી રહે તે માટે યોજના મંજુર કરાઇ. આ યોજનાનું કામ એપ્રિલમાં ખતમ થઇ જવાનું હતું. પરંતુ હવે તો જુલાઇ મહિનો ચાલુ થયો છે આમ છતાં હજુ કામ પૂર્ણ થયું નથી. હાલમાં એવી સ્થિતી છે કે જગતનો તાત માથાભારે કોન્ટ્રાકટર અને નિગમના અધિકારીઓના કારણે કફોડી હાલતમાં આવી ગયા છે.

Related posts

भाजपा शंकरसिंह को ब्लेकमेइल करेगी तो कांग्रेस साथ रहेगी

aapnugujarat

મરચામાં સિન્થેટીક કલરની ભેળસેળ કરવા બદલ સજા

aapnugujarat

૯મીએ રાહુલ આદિવાસી, ખેડૂત અને વેપારીઓની સાથે સંવાદ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1