Aapnu Gujarat
બ્લોગ

કોંગ્રેસનો બાવળીયાનો કાંટો નીકળી ગયો, ભાજપમાં ઉછીના દિવેલે અખંડ દીવો

કોંગ્રેસના કોળી જ્ઞાતિના આગેવાન કુંવરજી બાવળીયા આખરે ભાજપમાં જોડાઈ ગયા અને મીનીસ્ટર પણ બની ગયા . કોંગ્રેસના એક આગેવાને તત્કાળ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે “ આખરે કોંગ્રેસને ચુભતો બાવળીયાનો કાંટો નીકળી ગયો .” આ મિત્ર ની વાતમાં તથ્ય છે . બાવળીયા જ્ઞાતિવાદી રાજકારણનો ભરપુર ફાયદો ઉઠાવતા હતા . કોંગ્રેસમાં પોતાનું ધાર્યું જ કરાવવાની માનસિકતા થી વારંવાર રિસાઈ જતાં હતા . અને ધાર્યું કરાવતા હતા . તેમની આ પીડા આપવાની પધ્ધતિથી કોંગ્રેસના નેતાઓ ત્રાસી ગયા હતા . છેલ્લા ૧૦ વર્ષમાં તેમણે રાજકોટ જીલ્લો – શહેર , બોટાદ , ચોટીલા તમામ વિસ્તારોમાં પોતાની જીદ થી ટિકીટો મેળવી કોંગ્રેસને નુકસાન કર્યું હતું . પદ અને સભ્ય પદ માં પોતાના જ માણસો ને આગળ કરવાની માનસિકતા થી અન્ય સમાજ દુઃખી હતો . કોંગ્રેસના મજબુત નેતા ઇન્દ્રનીલ રાજગુરુ એ તાજેતરમાં જ બાવળીયાના કારણેજ રાજીનામું આપ્યું હતું . પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે રાજ્યસભાની ચુંટણી વખતે પક્ષ પલટો કર્યો તેમાં પણ બાવળીયા નો ત્રાસ જ મુખ્ય હતો . કુંવરજી બાવળીયાએ ભોળાભાઈ ને ધમકી જ આપી હતી કે તારે હવે ટિકિટ માંગવાની જ નથી મારે જસદણ બેઠક લડવાની છે . પક્ષમાં બાવળિયા પાસે ભોળાભાઈ નું કશું ચાલે તેમ ન હતું . માટે તેમણે ક્રોસ વોટીંગ કરીને પક્ષ છોડ્યો અને જેવાં બાવળીયા ભાજપમાં ગયા કે તરત જ ભોળાભાઈ કોંગ્રેસમાં પરત આવી ગયા .
બાવળીયાએ કોંગ્રેસ છોડી તેનાથી કોંગ્રેસને કદાચ ટૂંકા સમય માટે નુકસાન હોઈ શકે . પરંતુ આખરે ફાયદો જ છે . સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ આધારિત નેતા પછી તે કોળી સમાજ ના હોય કે આહીર સમાજના પક્ષમાં પોતાની મનમાની તો કરાવે જ છે, પરંતુ અન્ય કોઈને નેતા તરીકે ઉભરવા પણ દેતા નથી . બાવળીયાના જવાથી કોંગ્રેસને વિકલ્પ મળશે .
કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા નથી . ભાજપે બાવળીયાને કોંગ્રેસ છોડાવી છે . ભાજપની એક ખાસિયત રહી છે કે તેઓ હંમેશા ઉછીના દીવેલથી અખંડ દીવો બાળે છે . સત્તા કાયમ રાખવા માટે કોંગ્રેસના નેતાઓને ઉછીના લઈને જીતનો જશન મનાવે છે . વર્તમાન ૨૬ સાંસદો પૈકી ૭ સાંસદો તો કોંગ્રેસમાંથી ઉછીના લીધેલાં છે . ૫૦ ટકા થી વધુ ધારાસભ્યો કોંગ્રેસમાંથી આવેલા છે . ૨૦૧૯ માં ભાજપને સૌરાષ્ટ્રમાં જીત માટે કોળી સમાજના નેતા બાવળીયાની જરૂર હતી . અને ભાજપ ને જે જોઈએ તે મેળવી ને જ રહે છે . કારણ કે તેમાંની પાસે સત્તાનું અને સંપત્તિનું બહુ અસરકારક હથિયાર છે . જેથી બાવળીયાનું ઓપરેશન હાથ ધરાતા બાવળીયા પાસે હા પાડવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો . અને માટે જ બે માસ થી પક્ષમાં નારાજગી શરુ કરી હતી . એક મિત્ર એ ઉદાહરણ આપ્યું કે કોઈ પુરુષને લગ્નેતર સબંધ શરુ થાય એટલે પત્નીના વાંક કાઢવા લાગે , નાનો જઘડો વધીને મોટો થાય અને આખરે છુટાછેડા સુધી વાત પહોંચે . આ બાવળીયાના ભાજપ સાથેના લગ્નેતર સબંધના કારણે કોંગ્રેસમાં જઘડો શરુ થયો હતો . જે છૂટાછેડા માં પરિણમ્યો .
ભાજપને ૨૦૧૯ ના અખંડ દીવા માટે હજુ વધુ દીવેલની જરૂર છે . આગામી દિવસોમાં વધુ ઉછીના દીવેલના સમાચારો બ્રેકીંગ ન્યુઝમાં જોવા – સાંભળવા અને વાંચવા મળશે . પાંચ થી વધુ આગેવાનોના ઓપરેશનો ચાલી રહ્યા છે . દીવેલ ચોખ્ખું છે કે કાળું કદડા જેવું એ કશું જ જોવાનું નથી . માત્ર ( સત્તાનો ) દીવો અખંડ રહેવો જોઈએ . આ ભાજપની માનસિકતા છે .
પ્રજાને ગેરમાર્ગે દોરતા હવામાન વિભાગ પર પ્રતિબંધ લાદો
છેલ્લા ૨૦ દિવસથી ગુજરાત સરકારનું હવામાન ખાતું ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે . દોઢ ડાહ્યો વિચારે છે કે મુખ્યમંત્રીને એક પત્ર લખીને માંગણી કરું કે સરકાર વહેલી તકે આ હવામાન વિભાગને બંધ કરી દે . જો કોઈની રોજી રોટી છીનવી લેવી ન હોય તો આપણા બબ્બે મુખ્યમંત્રીઓ એક આદેશ જાહેર કરે કે હવેથી હવામાન વિભાગ દ્વારા એક પણ આગાહી કરવામાં નહિ આવે .
છેલ્લા ૨૦ દિવસથી વાદળો અને સૂર્યનો પ્રકોપ જોઇને જ જાણે આગાહી થતી હોય એવું લાગે છે . ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદ નહિ આવે એવું કહીને પ્રજા તેના કામોના આયોજન શરુ કરે અને બીજા જ દિવસે વરસાદ તૂટી પડે છે . વરસાદ આવતા જ હવામાન વિભાગ ‘ આગામી ૨૪ – ૩૬ કલ્લાક ભારે થી અતિભારે વરસાદની આગાહી કરે છે . અને આકાશ ચોખ્ખું થઇ જાય છે . આમ પ્રજાને ગેરમાર્ગે દોરતા હવામાન વિભાગ સામે કોઈ પગલા તો લેવા જ જોઈએ .
ભાજપના એક ધારાસભ્ય અમેરિકાનો પ્રવાસ કરીને આવ્યા . તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આપણે સરકારના હવામાન વિભાગ કરતા આપણા અંબાલાલ પટેલ ઉપર વધુ ભરોસો રાખવો પડે છે . જયારે અમેરિકામાં આપણી વર્ષની જાહેર રાજાની યાદી માફક હવામાનની વાર્ષિક ચેતવણી જાહેર થાય છે . બપોરે ૩ – ૨૩ કલાકે હળવા શાવર ( ઝાપટા ) ની આગાહી હોય તો લોકો ૩ – ૨૨ કલાકે પોતાની છત્રી ખોલી જ નાખે છે . ક્યારે ક્યાં કેટલી હિમ વર્ષા , પુર વગેરે ની સચોટ આગાહીના કારણે ત્યાં જાનહાનિ થતી બચી જાય છે . કારણ કે લોકો ચેતવણી ને અનુસરે છે . જયારે આપણે ત્યાં ચેતવણી કરતા વિપરીત પરિણામ જ જોવા મળે છે. ભૂતકાળમાં ઓરિસા સરકારે સચોટ આગાહી દ્વારા અતિભારે વાવાઝોડા સામે પગલા લઈને જાનમાલનું રક્ષણ કર્યું હતું . ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ હવામાનની વર્તારાની વાર્તા ઓ બંધ કરાવે તો પણ ગુજરાતની સેવા કરી ગણાશે .

Related posts

મસ્ક્યુલર બોડીની ઘેલછા જોખમી

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

કોરોનાએ હિંદુ મુસ્લિમના વાડા ભૂલાવી દીધાં

editor

Leave a Comment

UA-96247877-1