Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

સ્વીસ પર જીત મેળવીને હવે સ્વીડનની ટીમ અંતિમ ૮માં

વર્લ્ડ કપ ૨૦૧૮માં રાઉન્ડ-૧૬ની મેચમાં કિલર સમાન સાબિત થઇ રહેલી સ્વીડનની ટીમે ્‌સ્વીત્ઝર્લેન્ડ પર ૧-૦થી જીત મેળવી હતી. આની સાથે જ આ ટીમ પણ અંતિમ આઠમાં પ્રવેશી ગઇ હતી. વર્ષ ૧૯૯૪ બાદથી પ્રથમ વખત સ્વીડનની ટીમ અંતિમ આઠમાં પ્રવેશ કરી ગઇ છે. ફોર્સબર્ગ દ્વારા સ્વીડન તરફથી ગોલ કરવામાં આવ્યો હતો. શક્તિશાળી ગણાતી સ્વીત્ઝર્લેન્ડની ટીમ કોઇ ગોલ કરી શકી ન હતી. ટીમ તરફથી અનેક સારા હુમલા કરવામાં આવ્યા હોવા છતાં ગોલ કરવામાં સફળતા મળી ન હતી.
સ્વીડન તરફથી જોરદાર રમત રમવામાં આવી હતી. ત્યારબાદ અંતિમ રાઉન્ડ ૧૬ની મેચમાં પેનલ્ટી શુટ આઉટમાં કોલંબિયા પર ઇંગ્લેન્ડે જીત મેળવી હતી. તે પહેલા બેલ્જિયમની જાપાન પર ૩-૨થી જીત થઇ હતી.
એ વખતે એવુ લાગતુ હતુ કે જાપાન અપસેટ સર્જીને બેલ્જિયમ પર જીત મેળવી લેશે. જો કે આશ્ચર્યજનક રીતે વાપસી કરીને બેલ્જિયમે અંતે જાપાન પર જીત મેળવી હતી. છેલ્લી ઘડીએ બેલ્જિયમ પર જાપાને જીત મેળવી હતી. આની સાથે જ ક્વાર્ટર ફાઇનલમા કુચ કરી લીધી છે. જ્યાં તે બ્રાઝિલની સામે ટકરાશે. એક સમય બે ગોલથી બેલ્જિયમની ટીમ પાછળ હતી. જો કે બીજા હાફમાં શાનદાર રમત રમી હતી. રોસ્તોવ ઓન ડોનમાં રમાયેલી મેચમાં પ્રથમ હાફમાં બંને ટીમોએ ગોલ કરવાના અનેક પ્રયાસ કર્યા હતા. જો કે બંનેને સફળતા મળી ન હતી. જો કે બીજા હાફમાં પાંચ ગોલ થયા હતા. ગેંકી હરાગુચીએ ૪૮મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી. ચાર મિનિટ બાદ તકાશીએ બીજો ગોલ કરી દીધો હતો. ત્યારબાદ બેલ્જિયમના ખેલાડીઓએ કમાલ બતાવ્યો હતો. જૈન વેર્ટોઘને ૬૯મી મિનિટમાં ગોલ કર્યો હતો. મેરોન ફેલેનીએ બીજો ગોલ કરીને ટીમને બરોબરી પર લાવી દેવામાં સફળતા મેળવી હતી. રાઉન્ડ-૧૬ની મેચ રશિયાના સેન્ટપિટર્સબર્ગ ખાતે રમાઈ હતી. આ મેચમાં સ્વિડનના ખેલાડીઓ વધારે આક્રમક મૂડમાં દેખાયા હતા. જો કે, સ્વિત્ઝર્લેન્ડના ખેલાડીઓને પણ કેટલીક તક મળી હતી પરંતુ આ તકનો લાભ લઇ શક્યા નહતા.
સ્વિડનના ફોર્સબર્ગે ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. મેચ જીતી લીધા બાદ સ્વિડનના ખેલાડીઓના સ્વાગત માટે મેદાન પર ઉપસ્થિત રહેલા લોકો ઝુમી ઉઠ્યા હતા.
૧૯૯૪ બાદથી પ્રથમ વખત સ્વિડનની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. નોકઆઉટ મેચોની વાત કરવામાં આવે તો સ્વિત્ઝર્લેન્ડની જીત થઇ છે પરંતુ આ વખતે તેને પછડાટ મળી છે. સ્વિત્ઝર્લેન્ડ પાસે વધારે બોલ રહ્યો હોવા છતાં સ્વિડનની ટીમ વધારે આક્રમક હુમલા કરતી નજરે પડી હતી

Related posts

राम मंदिर निर्माण के लिए दो ट्रक पत्थर पहुंचे अयोध्या

aapnugujarat

દક્ષિણ કાશ્મીરમાં ૨૦૧૨ પછી આંતકી પ્રવૃતિઓ કેમ વધી? : વીકે સિંહનો સવાલ

aapnugujarat

जरूरत पड़ी तो खुद जम्मू-कश्मीर जाऊंगा : सीजेआई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1