Aapnu Gujarat
ગુજરાત

પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલને ખંડણી માટેની મળેલી ધમકી

સાબરમતીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ડો. જીતુભાઈ પટેલ પાસે રૂ. ૧૦ લાખની ખંડણી માગવામાં આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. અંડરવર્લ્ડ ડોન અલી બુદેશના નામે વોટ્‌સએપ પર મેસેજ કરી ત્રણ દિવસમાં પૈસાની વ્યવસ્થા કરવાની અને જો પૈસાની વ્યવસ્થા નહીં કરાય તો પરિવારના એક-એક સભ્યની હત્યા કરવાની ધમકી અપાઇ હતી. ખંડણીની આ ગંભીર ધમકીને લઇ ડો.જીતુભાઇ પટેલ તરફથી નારણપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ આરંભી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નારણપુરા ચાર રસ્તા પાસે આવેલી પથિક સોસાયટીમાં રહેતા પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ડો. જીતુભાઈ પટેલ તા.૩૦ જૂનના રોજ મોડી રાતે તેઓ ઘરે સૂતા હતા ત્યારે તેમના મોબાઈલ ફોનમાં વોટ્‌સએપ પર મેસેજ આવ્યો હતો. મેસેજ આવ્યાના થોડા સમય બાદ વોટ્‌સએપ કોલ આવ્યો હતો, જે તરત જ કપાઈ ગયો હતો. વિદેશના નંબર પરથી વોટ્‌સએપ મેસેજ આવેલો હતો, જેમાં ‘હમ આપકે સાથ લંબે ગપશપ બનાને કે લિયે યહાં નહીં હૈ, ક્યા તુમ મુજે જાનતે હો?, મૈં હૂં અલી બુદેશ. અગર આપ ઔર આપકે પરિવાર કી સુરક્ષા ચાહતે હો તો તીન દિનોં કે ભીતર દસ લાખ કી વ્યવસ્થા કરે. મુજે પતા હૈ કી આપ પૈસે કી વ્યવસ્થા નહીં કરેંગે જબ તક આપ કે પરિવાર સે એક મૃતશરીર નહીં દેખતે. આપકો વાદા કરતે હૈ કી તીન દિનોં કે બીતને કે બાદ હમ આપકા વિશ્વાસ પાને કે લિયે એક-એક કરકે હત્યા કરના શરૂ કર દેંગે. આપ કે પાસ કેવલ તીન દિન હૈ. મેરા આદમી આપકે કરીબ હૈ. સમય બરબાદ મત કરો” તેવું લખ્યું હતું. ડો. જીતુ પટેલે આ મેસેજને જોઈ તાત્કાલિક નારણપુરા પોલીસ સ્ટેશનમાં ધમકી અંગેની ફરિયાદ આપી હતી. સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ નારણપુરા પોલીસે ઝીણવટભરી તપાસ આરંભી છે. ઉલ્લેખનીય છે કે ગત મે મહિનાના અંતમાં ઉત્તરપ્રદેશમાં ભાજપના છ ધારાસભ્ય સહિત આઠ નેતાઓને એક જ નંબરથી વોટ્‌સએપ મેસેજ કરીને ૧૦ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. જો કે, સાબરમતીના કોંગ્રેસના નેતાને ખંડણીની ધમકી મળતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી હતી.

Related posts

अब आरटीओ इंस्पेक्टर भी तुरंत देंगे ई-मेमो

aapnugujarat

ગુજરાત પોલીસની ૧૪૦ની ટીમને દિલ્હી ગેંગ હંફાવી રહી છે

aapnugujarat

પાવીજેતપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1