Aapnu Gujarat
બ્લોગ

MORNING TWEET

દંભ ને દેખાવનો છે દૌર મારા દેશમાં,
જળ વગરના વાદળાં ઘનઘોર મારા દેશમાં !

રાજવીના મુખવટામાં ચોર મારા દેશમાં,
કાગડાઓ થઇ ગયા છે મોર મારા દેશમાં !

એમની દક્ષિણા કાજે કઈ હદે એ જાય છે;
વ્યંઢળો પરણાવતાં છે ગોર મારા દેશમાં !

હું જ સારો, હું જ શાણો, હું જ સાચો, હું ખરો,
ચોતરફ “હું” “હું” નો કેવળ શોર મારા દેશમાં !

એક સાથે, શાંતચિત્તે , દેશ આખો , પ્રેમથી,
દેશની ખોદી રહ્યો છે ઘોર મારા દેશમાં !

મંદિરો ને મસ્જિદોનું લશ્કરો રક્ષણ કરે,
રામ અલ્લાહ કેટલા કમજોર મારા દેશમાં !

એક દિ તો ઉગશે ‘કાયમ’ હજુ વિશ્વાસ છે;
એક સુંદર ને સુન્હેરી ભોર મારા દેશમાં !

-કાયમ હઝારી

Related posts

લોકસભા ચૂંટણીનું સ્પષ્ટ થતું પરિદૃશ્ય

aapnugujarat

ભારતની પ્રાચીન જ્ઞાન ગંગા

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : અસ્પૃશ્યોનાં હિત શત્રુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1