Aapnu Gujarat
બિઝનેસ

આઈપીઓથી વર્ષ ૨૦૧૭માં ૫૭૦૦૦ કરોડ ઉભા કરાયા

ભારતીય કંપનીઓ દ્વારા આ વર્ષે હજુ સુધી આઇપીઓ મારફતે ૫૭૦૦૦ કરોડની આસપાસની રકમ ઉભી કરવામાં આવી છે. પરંતુ ૪૫૦૦૦ કરોડથી વધારે રકમ પ્રમોટર્સ અને અન્ય સંબંધિત શેરહોલ્ડર્સને જતી રહી છે. જેથી માત્ર ૨૦ ટકા જેટલી રકમ જ કંપનીના ગ્રોથ અને વિકાસ તેમજ વિસ્તરણ માટે રહી છે. સ્ટોક માર્કેટ પાસે ઉપલબ્ધ આઇપીઓના આંકડામાં અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી ચુકી છે. નવેસરની મુડીના સ્વરૂપમાં કંપની પાસે ૧૧૧૧૫ કરોડ રૂપિયાની રકમ રહી છે. આ વર્ષે ૨૦૧૭માં હજુ સુધી ૩૧ કંપનીઓ દ્વારા ઉભા કરવામાં આવેલા કુલ આઇપીઓ ફંડ પૈકી આશરે ૮૦ ટકા રકમ અથવા તો ૪૫૭૫૫ કરોડની જંગી રકમ વર્તમાન શેરહોલ્ડર્સ પાસે જતી રહી છે. કંપનીઓ માટે ૧૧૧૧૫ કરોડ રૂપિયા રહી ગયા છે. પ્રાઇવેટ ઇક્વિટી પ્લેયર્સ જેવા અન્ય પ્રવર્તમાન ઇન્વેસ્ટર્સ તેમજ પ્રમોટર્સ પાસે રકમ ગઇ છે. ભારતીય આઇપીઓ માર્કેટમાં વર્ષ ૨૦૧૭માં જોરદાર તેજી રહી છે. આઇપીઓ રૂટ મારફતે ૫૬૮૭૦ કરોડ રૂપિયા ૩૧ કંપનીઓ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ હવે આઇપીઓ મારફતે ઉભા કરવામાં આવેલા નાણાંના મામલે વર્ષ ૨૦૧૭માં રેકોર્ડ સર્જાય તેવી વકી છે. કારણ કે મોટા આઇપીઓ હજુ પણ લાઇનમાં છે. હજુ સુધી સંપૂર્ણ કેલેન્ડર વર્ષ દરમિયાન આઇપીઓ મારફતે સૌથી જંગી રકમ વર્ષ ૨૦૧૦માં ઉભી કરવામાં આવી હતી. એ વખતે આઇપીઓ મારફતે ૩૭૫૩૫ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં આ રેકોર્ડ તો પહેલાથી જ તુટી ગયો છે. આ વર્ષે આઇપીઓના મામલે જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ નેતૃત્વ કર્યુ છે. આ કંપનીએ ૧૧૩૭૨ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર ૨૦૧૦ બાદ એક કંપની દ્વારા સૌથી મોટી રકમ ઉભી કરવામાં આવી હતી. જીઆઇસી બાદ ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની દ્વારા ૯૬૦૦ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૯૨૦ કરોડ રૂપિયા કંપનીને ગયા હતા. બાકીની રકમ ૭૬૮૦ કરોડ રૂપિયા સરકારને મળ્યા હતા. એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ અને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ દ્વારા ક્રમશ ૮૪૦૦ કરોડ રૂપિયા અને ૫૭૦૦ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા હતા. આઇપીઓ માર્કેટમાં હજુ પણ તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે ડઝન જેટલી કંપનીઓ આઇપીઓ લાવવા માટે સેબીની પરવાનગીની રાહ જોઇ રહી છે.

Related posts

देश का विदेशी मुद्रा भंडार 1.45 अरब डॉलर घटा

aapnugujarat

Soros and India

aapnugujarat

रेल यात्रियों को होगा फायदा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1