Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધી આજથી અમેઠીમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં ગયા સપ્તાહમાં લોકસભા ચૂંટણી માટે પ્રચારનું રણશિંગુ ફુંકી દીધા બાદ હવે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ ઉત્તર પ્રદેશ પર પોતાની નજર કેન્દ્રિત કરી દીધી છે જેના ભાગરૂપે રાહુલ ગાંધી આવતીકાલે ચોથી જુલાઇના દિવસે પોચાના બે દિવસીય અમેઠી પ્રવાસે પહોંચી રહ્યા છે. પોતાના મતવિસ્તારમાં રાહુલ ગાંધી કેટલીક નુક્કડ સભાને સંબોધન કરશે. સાથે સાથે પાર્ટીની સ્થિતી કેવી છે તે બાબત જાણવાના પ્રયાસ કરશે. જુદા જુદા વર્ગના લોકો સાથે વાતચીત પણ કરનાર છે. કિસાન ચૌપાલ પણ લગાવશે. રાહુલ ગાંધી મુસ્લિમ ખેડૂતના પરિવારને પણ મળશે. આ મુસ્લિમ ખેડુતનું સરકારી પ્રાપ્તિ સેન્ટર પર મે મહિનામાં મોત થયું હતું. પોતાની પેદાશને વેચવા માટે તીવ્ર તાપમાં ચાર દિવસ સુધી રાહ જોયા બાદ મોત થયા પછી આને લઇને હોબાળો થયો હતો.
રાહુલ ગાંધી આ મુદ્દાને લઇને રાજકીય લાભ ઉઠાવવાના પ્રયાસ કરી શકે છે. ખેડૂતોની મોતનો મામલો રાજ્ય સરકારની ઉદાસીનતા દર્શાવે છે. પોતાની પેદાશને વેચવા ચાર દિવસ સુધી આ ખેડૂતે રાહ જોઈ હતી. રાહુલ ગાંધી ચોક્કસપણે આ ખેડૂતના પરિવારના સભ્યોને મળશે. કોંગ્રેસના એમએલસી દિપકસિંહે કહ્યું છે કે, ભાજપના કોઇ નેતાએ ખેડૂતના આવાસની મુલાકાત લીધી નથી. રાહુલ ગાંધીની અમેઠીની યાત્રાને લઇને તમામ તૈયારી પાર્ટી દ્વારા કરી લેવામાં આવી છે. પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહિત છે. રાહુલ ગાંધી કેટલીક યોજનાને પણ ધ્યાનમાં લેનાર છે. ર
ાહુલ ગાંધી પોતાના સંસદીય મતવિસ્તાર અમેઠીમાં કાર્યકરોમાં નવો જુસ્સો જગાવવા માટે તૈયાર છે. ખેડૂતોની સમસ્યા પણ સાંભળશે.
જિલ્લા કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ કહ્યું છે કે, રાહુલ ગાંધી પહેલા દિવસે બુધવારે લખનૌના અમોસી વિમાની મથકે ઉતરશે. ત્યાંથી તેઓ ફુરશદગંજ જશે. ૧૨ વાગે મંદીલીલા ઉત્સવલાનમાં અમેઠી સંસદીય ક્ષેત્રમાં કોંગ્રેસના બ્લોક અને ગ્રામસભાના અધ્યક્ષો સાથે બેઠક યોજશે. ત્યારબાદ રાહુલ ગાંધી એક સરકારી ખરીદી કેન્દ્ર ઉપર અનાજ વેચતી વેળા મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારને મળવા માટે પહોંચશે. આ કિસાનના ગામ ખૈરાનામાં જશે. રાહુલ ગાંધી કોંગ્રેસના ગૌરીગંજ સ્થિત ઓફિસમાં રાત્રિ રોકાણ કરશે તે પહેલા સાંજે ઓફિસમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરશે. વરિષ્ઠ લોકોનું કહેવું છે કે, પાંચમી જુલાઈના દિવસે રાહુલ ગાંધી તાલાખજુરી (ગૌરીગંજ) મુકુટનાથ ઇન્ટર કોલેજ સંકુલમાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ચૌપાલ કરશે. ત્યારબાદ રાહુલ નરેની ગામ જશે જ્યાં ગયા મહિનામાં સરહદ ઉપર ત્રાસવાદીઓની સાથેની અથડામણમાં શહીદ થયેલા જવાન અનિલકુમાર મોર્યના પરિવાર સાથે વાતચીત કરશે. ત્યારબાદ રાહુલ ગાંધી કેટલાક ગામોમાં ફરીને ત્રણ વાગે દિલ્હી માટે રવાના થશે.

Related posts

જાન્યુઆરીથી આવશે બીએસ – ૬ ફ્યૂઅલ !

aapnugujarat

લોકસભા ચૂંટણી પેહલા ફેસબૂકે કોંગ્રેસ સંબંધિત ૬૮૭ પેજ અને લિંક હટાવ્યા

aapnugujarat

કાશ્મીર : અથડામણમાં બે કુખ્યાત આતંકવાદી ઠાર, વિસ્ફોટકો કબજે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1