Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૧૧૪ પોઈન્ટનો સુધારો

શેરબજારમાં ભારે ઉથલપાથલ વચ્ચે આજે કારોબારના અંતે રિકવરી રહી હતી. એશિયન શેરબજારમાં મંદીનું મોજુ રહ્યું હોવા છતાં શેરબજારમાં રિકવરી જોવા મળી હતી. બીએસઈ સેંસેક્સ કારોબારના અંતે ૧૧૪ પોઇન્ટ ઉછળીને ૩૫૩૭૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૪૩ પોઇન્ટ ઉછળીને ૧૦૭૦૦ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ફાર્મામાં ૨.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. ઓરોબિન્દો ફાર્મા અને શિપ્લાના શેરમાં ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં પણ એક ટકાનો ઉછાળો રહ્યો હતો. સનફાર્મા ઇન્ડસ્ટ્રી અને મારુતિ સુઝુકી ઇન્ડિયાના શેરમાં બીએસઈ સેંસેક્સમાં ક્રમશઃ ૧.૭૯ અને ૧.૭૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. ચીની શેરબજારમાં મંદીનું મોજુ રહ્યું હતું. હોંગકોંગના હેંગસેંગ ઇન્ડેક્સમાં ૩.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. આની સાથે જ છેલ્લા ૧૦ મહિનામાં સૌથી નીચી સપાટી રહી હતી. શાંઘાઈ કમ્પોઝિટમાં ૧.૯ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૮ મહિનાની નીચી સપાટીએ રહી હતી. હોંગકોંગના માર્કેટમાં ૧.૯ ટકાનો ઘટડો જોવા મળ્યો હતો. તે વખતે પણ કારોબારી હતાશ થયા હતા. શેરબજારમાં હાલમાં ઉતારચઢાવના દોર વચ્ચે કારોબારીઓ વધારે રોકાણ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી. માઇક્રો મોરચા ઉપર ભારતની મેન્યુફેક્ચરિંગ સ્થિતિમાં જૂન મહિનામાં સુધારો થયો છે. ડિસેમ્બર ૨૦૧૭ બાદ સૌથી મજબૂત સુધારો થયો છે. હજુ સુધી વર્ષ ૨૦૧૮માં નવા ઓર્ડર અને ઉત્પાદનમાં વધારાની અસર જોવા મળી રહી છે. નિક્કી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ મે મહિનામાં ૫૧.૨થી વધીને જૂન મહિનામાં ૫૩.૧ થઇ ગયો છે. ભારતના મેન્યુફેક્ચરિંગ અર્થતંત્રમાં સ્થિતિ સૌથી ઝડપથી સુધરી છે. સતત ૧૧માં મહિનામાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈનો આંકડો ૫૦ પોઇન્ટથી ઉપર રહ્યો છે. ગઇકાલે સોમવારના દિવસે સેંસેક્સ ૧૫૯ પોઇન્ટ ઘટીને ૩૫૨૬૪ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૭ પોઇન્ટ ઘટીને ૧૦૬૫૭ની નીચી સપાટીએ રહ્યો હતો.
દલાલસ્ટ્રીટમાં હવે જે પરિબળો નજરે પડનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની કિંમતો, માઇક્રો ડેટા, ઓટોના શેર, હાલમાં જ સરકારી કંપની દ્વારા જારી કરવામાં આવેલા આઈપીઓ, યુએસ જોબ ડેટા જેવા પરિબલોની અસર થશે. તાજેતરમાં ચીને ૬૫૯ યુએસ પ્રોડક્ટ ઉપર ૨૫ ટકા ટેરિફ લાગૂ કરવાની તૈયારી કરી લીધી છે. ડોલર સામે રૂપિયાની ચાલ ઉપર પણ નજર રહેશે. ઓઇલ કિંમતો હાલમાં ફરી એકવાર વધી છે. આ ઉપરાંત જૂન માટે સર્વિસ સેક્ટરના દિવસે બુધવારના દિવસે જારી કરવામાં આવશે.શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતી રહેતા કારોબારી ચિંતાતુર દેખાઇ રહ્યા છે. કારણ કે રોકાણ માટે માહોલ યોગ્ય નથી.

૨૨૨ કંપનીઓને ડીલિસ્ટેડ કરવાનો બીએસઈનો નિર્ણય
શેલ કંપનીઓ સામે આક્રમક કાર્યવાહીનો દોર જારી રાખવામાં આવ્યો છે. બીએસઈ દ્વારા આજથી ૨૨૨ કંપનીઓને ડીલિસ્ટ કરી દેવામાં આવી છે. આનો મતલબ એ થયો કે આ ડીલિસ્ટેડ થયેલી કંપનીઓના પ્રમોટરો પબ્લિક શેર હોલ્ડર પાસેથી શેરની ખરીદી કરી શકશે. સીધીરીતે ખરીદી થઇ શકશે નહીં.
અગ્રણી સ્ટોક એક્સચેંજ ગણાતા બીએસઈએ આજે ૨૨૨ કંપનીઓને ડીલિસ્ટેડ કરી દીધી હતી. બીજી બાજુ તેમની કંપનીઓના શેરમાં કારોબારમાં છ મહિના સુધી સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ હિલચાલ એવા સમય ઉપર આવી છે જ્યારે સત્તાવાળાઓ દ્વારા શેલ કંપનીઓ સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લિસ્ટેડ અને અનલિસ્ટેડ રહેલી કંપનીઓ સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદે ફંડપ્રવાહનો ઉપયોગ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગયા મહિને ઓગસ્ટ મહિનામાં માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા ૩૩૧ શંકાસ્પદ શેલ કંપનીઓ સામે કાર્યવાહી કરવા માટે બીએસઈ એક્સચેંજને આદેશ કર્યો હતો. સરકારે પહેલાથી જ ૨૦૦૦૦૦થી વધુ કંપનીઓને ડિરજિસ્ટર્ડ કરી દીધી છે. એટલે કે તેમની માન્યતા રદ કરી દેવામાં આવી છે. આ કંપનીઓ હવે લાંબા સમય સુધી કોઇ બિઝનેસ પ્રવૃત્તિ ચલાવી શકશે નહીં. સરક્યુલરમાં બીએસઈએ કહ્યું છે કે, ૨૧૦ કંપનીઓ જે છ મહિનાથી પણ વધુ સમય સુધી સસ્પેન્ડ રહેશે તે એક્સચેંજના પ્લેટફોર્મથી ડીલિસ્ટેડ કરી દેવામાં આવી છે. ચોથી જુલાઈથી આને અમલી કરી દેવામાં આવશે.
ડીલિસ્ટીંગ માટેના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, છ કંપનીઓ જે એનએસઈ દ્વારા ડીલિસ્ટેડ કરવામાં આવી ચુકી છે તે આવતીકાલથી બીએસઈમાંથી પણ ડીલિસ્ટેડ થશે. આ કંપનીઓમાં એશિયન ઇલેક્ટ્રોનિક્સ, બિરલા પાવર સોલ્યુશન, ક્લાસિક ડાયમંડ લિમિટેડ, ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રી, મેરામાઉન્ટ પ્રિન્ટ પેકેજિંગનો સમાવેશ થાય છે.

Related posts

ભારત સીમાઓની રક્ષા કરવામાં સક્ષમ, પહેલા ચીન ડોકલામથી હટાવે સેનાઃ સુષ્મા

aapnugujarat

અમરિન્દરસિંહની કોંગ્રેસને ચીમકીઃ કાં તો સિદ્ધૂ કાં તો હું, કોઈ એકની પસંદગી કરો

aapnugujarat

પીએમ આવાસ સ્કીમ : પાંચ વર્ષ મકાનને વેચી નહીં શકાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1