Aapnu Gujarat
બિઝનેસ

અમદાવાદ વેપારી મહાજન દ્વારા કલેકટરને આવેદનપત્ર

સમગ્ર દેશમાં કન્ફરડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ(સીએઆઇટી) દ્વારા વોલમાર્ટ અને ફલીપકાર્ટ, એમેઝોન સાથે થયેલી ડીલ રદ કરી સ્વરોજગારીથી જીવી રહેલા લાખો વેપારીઓ અને ગુમાસ્તાઓના હિતમાં કેન્દ્ર સરકારને આ સમગ્ર મામલે દરમ્યાનગીરી કરી આ સોદો રદબાતલ કરવાની માંગણી સાથે અમદાવાદ વેપારી મહાજન દ્વારા આજે બપોરે અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. અમદાવાદ વેપારી મહાજનના પ્રમુખ હર્ષદભાઇ ગીલેટવાલા, ઉપપ્રમુખ વિજયભાઇ શાહ, આશિષભાઇ ઝવેરી સહિતના આગેવાનો એક રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉપરોકત સોદો રદ કરવા માંગણી કરી હતી. બીજીબાજુ, વોલમાર્ટ તરફથી સ્પષ્ટતા કરાઇ છે કે, વોલમાર્ટ ઘણા વર્ષોથી ભારતીય અર્થતંત્રમાં સંચાલન અને ફાળો આપી રહ્યી છે. અમારા બીટુબી વ્યવસાય(હોલસેલ કેશ એન્ડ કેરી) દ્વારા ભારતમાં અમે માત્ર લાખો નાની કિરાણાઓને જ સફળ નથી બનાવી રહ્યાં, પરંતું તેમને આધુનિક બનવા માટે પણ મદદ કરીએ છીએ. એસએમઈ સપ્લાયરો, નાના ખેડૂતો અને મહિલા માલિકીના કારોબારો પાસેથી સ્થાનિક સ્તરે ર્સોસિંગ દ્વારા ભારતમાં સ્થાનિક ઉત્પાદનને ટેકો આપવાના જ અમારા સતત પ્રયાસો રહ્યાં છે. તેનું સ્પષ્ટ ઉદાહરણ છે કે અમારા ૯૫ ટકા મર્ચેન્ડાઇઝ દેશમાંથી જ આવે છે. ભારત એ મહત્વના દેશોમાંનું એક છે જ્યાંથી વોલમાર્ટ તેના અન્ય વોલમાર્ટ બજારો માટે નોંધપાત્ર રીતે મોટી પ્રોડકટનું સ્ત્રોત કરે છે. આ ઉત્પાદનોમાં હાથવણાટ, ટેક્સટાઇલ, એપરલ, ફાર્માસ્યુટિકલ્સ વગેરેનો સમાવેશ થાય છે અને તેથી જ સ્થાનિક ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપે છે. સરકારની એફડીઆઇ નીતિના આધારે માર્કેટપ્લેસ ઈકોમર્સ મોડલમાં સ્વચાલિત રૂપે ૧૦૦ ટકા એફડીઆઇને મંજૂરી આપે છે, ફિ્‌લપકાર્ટ સાથેની અમારી ભાગીદારી હજારો સ્થાનિક સપ્લાયરોને અને ઉત્પાદકોને બજારના મોડલ દ્વારા ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરશે. આ ભાગીદારી દેશના ખેડૂતોને અને એસએમઈ સપ્લાયરોને આ મંચ દ્વારા બજારમાં પ્રવેશ મેળવવા અને ભારતમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સહાય કરશે. અમે માનીએ છીએ કે ફિ્‌લપકાર્ટ અને વોલમાર્ટની સંયુક્ત ક્ષમતા ભારતના અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ બનાવશે. જે દેશને ગુણવત્તા, ગ્રાહકો માટે પોષાય તેવી વસ્તુઓ પુરી પાડવામાં મદદ કરશે, સાથોસાથ નવી કૌશલ્યવર્ધન નોકરીઓ અને નાના સપ્લાયર્સો, ખેડૂતો અને મહિલા સાહસિકો માટે નવી તકો ઉભી કરશે.

Related posts

फॉर्च्यून ग्लोबल 500 लिस्ट में RIL बनी सबसे ऊंची रैंकिंग वाली भारतीय कंपनी

aapnugujarat

मुंबई : नॉर्थ पोल से उड़ान भरनेवाली पहली भारतीय एयरलाइन बनी एयर इंडिया

aapnugujarat

GSTR -૨ અને ૩ દાખલ કરવા માટે મર્યાદા વધી ગઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1