Aapnu Gujarat
ગુજરાત

બાળકોની મસ્તી મામલે ઠપકો આપતાં ત્રણ યુવકો પર હુમલો

શહેરના ગોમતીપુર વિસ્તારમાં જાહેર રોડ પર મસ્તી કરતા બાળકને ઠપકો આપવા બદલ ત્રણ યુવક પર ઘાતક હથિયરો વડે હુમલો કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ હુમલામાં ઘાયલ થયેલા ત્રણેય યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બીજીબાજુ, ગોમતીપુર પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શહેરના ગોમતીપુર વિસ્તારમાં ગઇકાલે જાવેદના પિતા અબ્દુલ કલામ કરિયાણાની દુકાન પાસે ગયા હતા ત્યારે એક નાનો બાળક મસ્તી કરતો હતો. અબ્દુલ કલામે બાળકને ઠપકો આપતાં તેના પિતા અતિક એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. અતિકે અબ્દુલ કલામ સાથે ઝધડો કરીને લાફો મારી દીધો હતો. કરિયાણાની દુકાન પાસે બુમાબુમ થતાં જાવેદ, મોહમદ અસજદ તથા અકરમ શાહબુદ્દીન દોડી ગયા હતા. આ સમયે કરિયાણાની દુકાન પાસે અતિક તેના ભાઇ મુન્ના ઢોલક, સાજિદ હુસૈન અને અબ્દુલ નૌસાદ ઊભા હતા. જાવેદે અતિક અને તેના ભાઇઓને સમજાવ્યા હતા કે બાળક તોફાન કરતો હતો અને ઠપકો આપ્યો તો લાફો મારવાની ક્યાં જરુર પડી. અતિક અને તેના ભાઇઓ જાવેદ સહિતના લોકોને ગાળો બોલતા હતા ત્યારે જાવેદે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. પોલીસ આવે તે પહેલાં અતિક તેના ઘરેથી તલવાર લઇને આવ્યો હતો અને જાવેદ પર હુલાવી દીધી હતી. મોહમદ અસજદ, અને અકરમને પણ તલવાર વાગી હતી. ઇજાગ્રસ્ત જાવેદ અને અન્ય બે જણાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોમતીપુર પોલીસે આ મામલે ચારેય ભાઇઓ વિરુદ્ધમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને ત્રણ ભાઇની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલામાં આગળની તપાસ ચાલુ રાખી છે.

Related posts

ગુજરાતમાં રૂપાણી રાજ : ભાજપ સરકાર સતત છઠ્ઠી વખત સત્તારૂઢ

aapnugujarat

કાર ચોર ગેંગના સાગરિતોને પીછો કરી પકડી પડાયા : મહેસાણામાં ક્રાઇમબ્રાંચ-આરોપીઓ વચ્ચે ફાયરીંગ

aapnugujarat

वीएस अस्पताल के सुप्रिटेन्डेन्ट को सस्पेन्ड करने ट्रस्टियो द्वारा मांग हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1