Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા મૂડી માર્કેટમાંથી ૫૫૦૦ કરોડ પાછા ખેંચાયા

વિદેશી મૂડીરોકાણકારોએ વૈશ્વિક ટ્રેડ વોરની સ્થિતિ વચ્ચે આ મહિનામાં હજુ સુધી મૂડી માર્કેટમાંથી ૫૫૦૦ કરોડથી વધુ રૂપિયા પાછા ખેંચી લીધા છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાની અસર પણ જોવા મળી છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, એફપીઆઈ દ્વારા પહેલીથી ૧૫મી જૂનના ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી ૮૩૧ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૪૬૮૩ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આની સાથે જ પાછા ખેંચી લેવામાં આવેલા રૂપિયાનો આંકડો ૫૫૧૪ કરોડ રૂપિયા નોંધાયો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ મહિનામાં વિદેશી રોકાણકારો નાણા પરત ખેંચવાનો સિલસિલો જારી રાખી શકે છે. છેલ્લા બે મહિનાના ગાળામાં મૂડીરોકાણકારોએ મૂડી માર્કેટમાંથી ૪૫૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા તે પહેલા વિદેશી રોકાણકારોએ માર્ચ મહિનામાં ૨૬૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવાયા હતા. છેલ્લા બે મહિનાના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૧૬૬૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. માર્ચ મહિનામાં વિદેશી મૂડીરોકાણકારોએ ૧૧૬૫૫ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. આવા મૂડીરોકાણકારોનું વલણ હાલમાં ખુબ જ અસ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મોનસુનની સિઝન અને ખરીફ સિઝન આશાસ્પદ દેખાઈ રહી છે ત્યારે વિદેશી રોકાણકારો આશાસ્પદ દેખાઈ રહ્યા છે. નવેસરના ડેટા દર્શાવે છે કે, વિદેશી રોકાણકારોએ મે મહિનામાં ઇક્વિટીમાંથી ૧૦૦૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૯૬૫૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. આની સાથે જ કુલ ૨૯૭૧૪ કરોડ રૂપિયા અથવા તો ૪.૪ અબજ ડોલર પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. નવેમ્બર ૨૦૧૬ બાદથી મૂડીમાર્કેટમાંથી સૌથી જંગી નાણા પાછા ખેંચાયા છે. નવેમ્બર ૨૦૧૬માં એફપીઆઈ દ્વારા ૩૯૩૯૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. માર્ચ મહિનામાં ઇક્વિટીમાં ૧૧૬૫૪ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. માર્ચ મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૯૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં દેશના મૂડી માર્કેટ (ઇક્વિટી અને ડેબ્ટ)માંથી ૧૧૬૭૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. ડિસેમ્બર ૨૦૧૬ બાદથી મૂડીમાર્કેટમાંથી સૌથી જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૬માં એફપીઆઈ દ્વારા ૨૭૦૦૦ કરોડ પાછા ખેંચવામાં આવ્યા હતા. રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા એફપીઆઈ દ્વારા પ્રોફિટ બુકિંગની સ્થિતિ સર્જવામાં આવી છે.
માર્કેટ નિષ્ણાતો માને છે કે, રૂપિયાની નબળી સ્થિતિ, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં અનિશ્ચિતતા અને અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારો ઉપર અસર થઇ છે. વિદેશી રોકાણકારો વધારે સાવધાન થયા છે. સ્થાનિક રાજકીય ઘટનાક્રમોની સ્થિતિ રહેલી છે.

Related posts

વડાપ્રધાન મોદી રાફેલની દલાલીના પૈસા ધારાસભ્ય ખરીદવામાં લગાવ્યા છે : કેજરીવાલ

aapnugujarat

હોલસેલ બજારમાં ડુંગળીના ભાવ વધી ગયા

aapnugujarat

Army’s Cheetah helicopter crashes in Bhutan, 2 pilots died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1