Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકીની ૭ કંપનીની મૂડી ૭૩૮૭૨ કરોડ રૂપિયા વધી

દેશની ટોચની ૧૦ વેલ્યુડ કંપનીઓ પૈકીની સાત કંપનીઓએ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન તેમની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૭૩૮૭૧૩.૭૯ કરોડ રૂપિયા ઉમેરી લીધા છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. તેની માર્કેટ મૂડી સાત લાખ કરોડથી પણ ઉપર પહોંચી ચુકી છે. આની સાથે જ આ માર્કેટ મૂડીનો આંકડો હાંસલ કરનાર ટીસીએસ પ્રથમ કંપની બની ચુકી છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટીસીએસ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચયુએલ, ઇન્ફોસીસ, મારુતિ, કોટક મહિન્દ્રા અને એસબીઆઈને ફાયદો થયો છે જ્યારે એચડીએફસી બેંક, આઈટીસી અને એચડીએફસીને તેમની માર્કેટ મૂડીમાં નુકસાન થયું છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં ૩૫૭૦૧.૪૭ કરોડનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મૂડી વધીને ૭૦૫૦૧૨.૯૮ કરોડ થઇ ગઈ છે. આની સાથે જ સાત લાખ કરોડના માર્કેટ વેલ્યુએશન સાથે તે પ્રથમ કંપની બની ગઈ છે. આરઆઈએલની માર્કેટ મૂડી ૧૯૨૯૨.૭૬ કરોડ વધીને હવે ૭૪૨૩૬૩.૦૭ કરોડ થઇ છે. એચયુએલ અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૫૬૭૧.૩૧ અને ૪૫૨૧.૧૪ કરોડનો વધારો થયો છે. એસબીઆઈની માર્કેટ મૂડી વધીને ૨૪૭૭૦૧.૯૩ કરોડ થઇ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડી ૪૧૫૧.૨૭ કરોડ વધીને ૨૫૫૪૯૫.૮૨ કરોડ થઇ છે. મારુતિની માર્કેટ મૂડી વધીને ૨૭૦૪૩૭.૧૭ કરોડ થઇ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ૫૦૫૦.૪ કરોડનો ઘટાડો થયો છે. આવી જ રીતે આઈટીસીની માર્કેટ મૂડી પ ણ ઘટી છે. ટોપ રેંકિંગની વાત કરવામાં આવે તો ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે. જ્યારે આરઆઈએલ બીજા ક્રમાંક ઉપર છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિાયન સેંસેક્સ ૧૭૮ પોઇન્ટ ઉછળીને ૩૫૬૨૨ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં હાલ પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે. વૈશ્વિક ટ્રેડ વોરની સ્થિતિ વચ્ચે શેરબજારમાં કારોબારીઓ વધુ રોકાણ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી.

Related posts

એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ આઈપીઓ આજે ઇશ્યુ કરાશે

aapnugujarat

બાળકો માટેના અનોખા બ્રેઈન ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં 6  આંગળીની ટેકનિકની પાયોનિયર બનતી યુસીમાસ ઈન્ડિયા

aapnugujarat

૮ કંપનીની મૂડીમાં વધારો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1